વન-ડે પિકનિક: અમદાવાદથી આટલાં જ નજીક આવેલાં છે આ સ્થળો!

અમદાવાદમાં અને અમદાવાદની નજીક ફરવાલાયક ઘણાં સ્થળો આવેલાં છે. પરંતુ રવિવાર હોય કે એકાદ ફેસ્ટિવલ હોય અને વન-ડે પિકનિક કરવી હોય તો! અમે લઇને આવ્યાં છીએ એવાં કેટલાંક માણવાલાયક સ્થળો જ્યાં તમે એક જ દિવસમાં જઇને, હર-ફરીને-મોજ કરીને પાછાં આવી શકો છો.

  1. પોલો ફોરેસ્ટ: ગાંધીનગરથી હિંમતનગર જતાં વિજયનગર ફોરેસ્ટ આવે છે. અહીં જ પોલો જંગલ પણ આવેલું છે. આ જગ્યા છેલ્લાં કેટલાંક સમયથી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં પૌરાણિક એવાં મંદિરો આવેલાં છે અને સાથે જ એક સુંદર વહેતી નદી છે, જે વન-ડે પિકનિક માટે પરફેક્ટ પ્લેસ છે. અહીં તમે કેમ્પિંગ પણ કરી શકો છો.

અમદાવાદથી અંતર-110 કિ.મી.

  • ઝાંઝરી વોટરફોલ્સ: વાત્રક નદી પર આવેલ આ ઝાંઝરી વોટરફોલ પ્રવાસીઓને પોતાની સુંદરતાથી આકર્ષે છે. દહેગામથી થોડેક આગળ જતાં આ વોટરફોલ આવે છે, જ્યાં તમે પ્રાકૃત્તિક સૌંદર્યની મજા માણી શકો છો. સાથે જ ફોટોગ્રાફી માટે પણ આ સ્થળ પ્રખ્યાત છે. સાથે જ અહીં પ્રવાસીઓ માટે કેમલ રાઇડ પણ ઉપલબ્ધ છે.

અમદાવાદથી અંતર-64 કિ.મી.

  • નળસરોવર: અમદાવાદથી સૌરાષ્ટ્ર જતાં સાણંદ-નળસરોવર રોડ પર આ પ્રખ્યાત પક્ષી અભયારણ્ય આવેલું છે. વિવિધ પ્રકારનાં પક્ષીઓની સાથે અહીં કુદરતે મનમૂકીને સુંદરતા વેરી છે. અહીં બોટિંગ, કેમ્પિંગ અને એનિમલ રાઇડ અવેઇલેબલ છે. સાથે જ ફોટોગ્રાફર્સ માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે.

અમદાવાદથી અંતર-60 કિ.મી. લોથલ: ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનો એક ભાગ કે જે આજે આપણને જર્જરિત અવસ્થામાં જોવા મળે છે, એ સ્થળ એટલે લોથલ. અમદાવાદથી ભાવનગર જતાં આ સ્થળ આવે છે. પ્રાચીન સમયની સામાજિક સંરચનાનાં નમૂના અને તે અંગેનું મ્યુઝિયમ તમારી જિજ્ઞાસાને પોષશે. તે સમયની ડ્રેનેજ વ્યવસ્થા તથા ‘ઉપલું નગર’ અને ‘નીચલું નગર’નાં અવશેષો આજે પણ હયાત છે.

Leave a Reply