ચૂંટણી પહેલાં મોદી સરકારનો બજેટનાં બોલ પર માસ્ટર-સ્ટ્રોક!

નવી દિલ્હી: ઘણાં સમયથી ભાજપ સરકાર દ્વારા ચૂંટણીલક્ષી કોઇ પગલું ભરવામાં આવ્યું ન હતું. 2018નાં અંતમાં ત્રણ રાજ્યો ગુમાવ્યા બાદ મોદી સરકારને થોડો ઝાટકો તો લાગ્યો હતો કે આગામી ચૂંટણી તેમના માટે ભારી પડી શકે તેમ છે.

આના અનુલક્ષમાં વચગાળાનું બજેટ આવ્યું અને તેમાં પણ કાર્યકારી મંત્રી ગણી શકાય એવા પિયુષ ગોયલે બજેટ રજૂ કર્યુ, જેમાં મોદી સરકારે વિરોધીઓ માટે તદ્દન અનિચ્છનીય ગણી શકાય, એવું બજેટ રજૂ કર્યુ છે. અરુણ જેટલીની અનુપસ્થિતિમાં પીયૂષ ગોયલે લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કર્યુ છે, જેમાં ઘણી એવી લોભામણી જાહેરાતો કરવામાં આવી છે, જેના કારણે પ્રજા થોડી ગેલમાં આવી ગઇ છે.

આ બજેટમાં રજૂ કરાયેલી કેટલીક ખાસ જાહેરાતો:

  • ખેડૂતોને હેક્ટરદીઠ દર વર્ષે 6 હજાર રૂપિયા મળશે. આ માટે ખેડૂત પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જરૂરી છે.
  • આવકવેરાની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી, જેના કારણે મધ્યમ વર્ગ માટે એક મોટી રાહત થઇ ગઇ.
  • આ સિવાય 40 હજાર રૂપિયા સુધીના વ્યાજ પર કોઇ TDS  નહીં લાગે, જેનાથી 3 કરોડ લોકોને ટેક્સમાંથી રાહત થઇ ગઇ છે.
  • શ્રમયોગી માનધન યોજના હેઠળ 21 હજારની આવકવાળા મજૂરોને 7 હજાર બોનસ રૂપે મળશે.
  • મજૂરો માટે ખાસ ઓર્ગેનાઇઝ્ડ પેન્શન સ્કીમનું એલાન કરવામાં આવ્યું છે.
  • રેલવે બજેટ માટે ખાસ 64 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

આમ, મોદી સરકારે આવી કેટલીક નાની-મોટી જાહેરાતો કરી છે, જેના કારણે મધ્યમ-વર્ગ તથા નીચલા વર્ગનાં લોકોને રાહત થવા પામી છે. આ સિવાય પણ ચૂંટણીને અનુલક્ષીને મોદી સરકાર હજી કયા પગલાં લે છે, તે જોવુ રહ્યું. પરંતુ, આ વખતનું બજેટ લોકોની આશા કરતાં ઘણું સારું રહ્યું, તેવું લોકોનું માનવું છે.

Leave a Reply