આપણા સૂર્યમંડળનો નવમો ગ્રહ પૃથ્વીથી 5 થી 10 ઘણા મોટો હશે – રિસર્ચ

‘પ્લેનેટ નાઈન’, એટલે કે આપણા સૂર્યમંડળનો નવમો ગ્રહ કદાચ આપણી પૃથ્વીથી પાંચથી દસ ઘણો મોટો હોય શકે, એક વૈજ્ઞાનિકોએ સંશોધનના આધારે અંદાજો લગાડ્યો છે. જો કે આ નવમાં ગ્રહનું અસ્તિત્વ વર્ષ 2014થી ચર્ચાનો વિષય છે.

‘ફિઝિક્સ રિપોર્ટ્સ’ નામની જર્નલમાં છપાયેલા પેપર મુજબ, જો આ નવમો ગ્રહ અસ્તિત્વમાં છે, તો તે આપણાં ગ્રહ કરતા 5થી 10 ઘણો મોટો હશે અને તેની સૂર્ય ફરતે  ભ્રમણકક્ષા પૃથ્વી-સૂર્યની દૂરી કરતા 400 ઘણી હશે. અને એ પણ શક્ય છે કે, તે ગ્રહની ભ્રમણકક્ષા સૂર્યમંડળના બીજા ગ્રહો કરતા 15થી 20 ડિગ્રી પર ત્રાંસી હોઇ શકે.

પહેલાં જણાવ્યા મુજબ, આ ગ્રહનું અસ્તિત્વ એક વિવાદ છે કારણકે છેલ્લાં ઘણાં સમયથી ખગોળશાસ્ત્રીઓ કેપ્લર પટ્ટાના વિભિન્ન અવકાશી પિંડોનું અધ્યયન કરી રહ્યા છે. આ અદ્રશ્ય અવકાશી પિંડોનો જથ્થો સૂર્યમંડળમાં ગરુત્વાકર્ષણનું ખેંચાણ દર્શાવે છે, જે કારણે વૈજ્ઞાનિકોને લાગે છે કે કદાચ નવમો ગ્રહ હોઇ શકે.

આ બાબતમાં, નાવમાં ગ્રહના અસ્તિત્વની વાત કરીએ તો ‘ફિઝિક્સ રિપોર્ટ્સ’ના પેપરના લેખમાં જણાવવા આવ્યું છે કે તેના પાછળ કરાયેલું સંશોધન સૂચવે છે કે સંભવતઃ નવમો ગ્રહ અસ્તિત્વમાં જ નથી, પણ છતાંય ખગોળશાસ્ત્રીઓ આ અજાણ્યા તેમજ અદ્રશ્ય ‘પ્લેનેટ નાઈન’ની ખોજના પ્રયત્ન કરી રહ્યા છે. અને આ તો સમય જ બતાવશે કે 2006માં પ્લુટો (યમ)ને ‘નવમાં ગ્રહ’ની ઉપાધિ પાછી લીધા પછી કોઈ યોગ્ય ગ્રહ તે જગ્યા પર સ્થાન પામે છે કે કેમ!

Leave a Reply