જાણો, કેમ કિરણ મજમુદાર શૉને ભરવો પડશે દંડ?

મુંબઇ: દેશની સૌથી મોટી IT કંપની ઇન્ફોસિસે તેમના સ્વતંત્ર નિર્દેશક કિરણ મજમુદાર શૉ પર દંડ લગાવ્યો છે. કંપનીએ એક નિવેદન જાહેર કર્યુ છે, જેમાં જણાવ્યું છે કે કિરણ મજમુદાર શૉએ ઇનસાઇડર ટ્રેડિંગ પોલિસીનું ઉલ્લંઘન કર્યુ છે. આ કારણથી તેમના પર 9.5 લાખ રૂપિયાનો દંડ થોપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કિરણ મજમુદાર શૉના મેનેજરે તેમના એકાઉન્ટમાંથી ઇન્ફોસિસનાં 1600 શેર વેચી દીધા છે, જે કારણથી કંપનીએ આ પગલું ભર્યુ છે. કારણકે કંપની પાસે વેચેલા શેર અંગે કોઇ ક્લિયરન્સ લેવામાં આવ્યું નહોતું, જેમાં ટ્રેડિંગ પોલિસીનું ઉલ્લંઘન થયું છે. સાથે જ કિરણ મજમુદાર શૉને પણ આ અંગે કોઇ માહિતી નહોતી.

કોણ છે કિરણ મજમુદાર શૉ?

બાયોટેક્નોલોજીમાં મહત્વનું પ્રદાન કરનાર કંપની બાયોકોનનાં સહસ્થાપક અને અધ્યક્ષ એવા કિરણ મજમુદાર શૉ ભારતનાં પ્રભાવશાળી વ્યક્તિઓમાંથી એક છે. જ્યારે તેમણે કંપનીની સ્થાપના કરી હતી, ત્યારે તેમની પાસે ફક્ત 10,000 રૂપિયાની જ મૂડી હતી. હાલમાં, આ કંપની વિશ્વભરમાં પ્રખ્યાત છે.

વર્ષ 2010માં અમેરિકન મેગેઝિન ટાઇમ દ્વારા ટાઇમ 100નાં વાર્ષિક રેન્કિંગમાં દુનિયાનાં 100 પ્રભાવશાળી લોકોને સ્થાન આપ્યું હતું. આમાંથી એક સ્થાન કિરણ મજમુદાર શૉનું પણ હતું, જેમણે બાયોટેક્નોલોજીમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. 2014માં ફ્યુચર મેગેઝિને એશિયા-પેસેફિકનાં સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં કિરણને સ્થાન આપ્યું હતું.

Leave a Reply