તમે ભલે સિગરેટ ફૂંકે રાખો, આ 7 વર્ષનો બાળક દુનિયા બદલી નાખશે!

ઘણી વખત આપણે બાળકોને નાના ગણીને અવગણીએ છીએ, પરંતુ એ જ બાળકો ઘણી મહત્વની વાતો કરી જતાં હોય છે. અમેરિકાનાં 7 વર્ષના બેન્જામિને આવું જ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

7 વર્ષનો બેન્જામિન બૉલ થોડા દિવસ પહેલાં બહામાસના ફ્રી પોર્ટ સ્થિત જાણીતા સ્ટોર એલ.એલ. બીન ગયો હતો. તેણે સ્ટોરના કેફેમાં લેમોનેડ પીવા પેપર સ્ટ્રો માંગી, પરંતુ ત્યાં ફક્ત પ્લાસ્ટિક સ્ટ્રો હતી. આ સાંભળીને બેન્જામિનનાં મનમાં પ્લાસ્ટિક પોલ્યુશનનો ખ્યાલ આવ્યો અને તેણે આ બાબતે પગલું ભરવાનું નક્કી કર્યુ.

7 વર્ષીય બેન્જામિન કે જે પ્રકૃત્તિ-પ્રેમી છે

આ ઘટના બાદ જ્યારે બેન્જામિન પેન્સિલ્વેનિયાના કારલિસ્લેમાં ઘરે પાછો ફર્યો ત્યારે તેણે સ્ટોરના પ્રેસિડન્ટ અને CEO સ્ટિવ સ્મિથને એક પત્ર લખ્યો. એ પત્રમાં તેણે લખ્યું કે, “હું તમને આ પત્ર એટલે લખી રહ્યો છું કે હું સમુદ્રી કાચબાનો મિત્ર છું અને તેમને બચાવવા માંગુ છું. પ્લાસ્ટિકના કારણે સમુદ્રી જીવ મરી રહ્યા છે. ઈકો સિસ્ટમ અને મારા માટે કાચબા ખૂબ જ મહત્વના છે.” તેણે આગળ લખ્યું, “હું જાણું છે કે તમારો સ્ટોર પણ પૃથ્વીની ચિંતા કરે છે. જો શક્ય હોય તો તમે તમારા સ્ટોરમાં પ્લાસ્ટિકના બદલે પેપર સ્ટ્રોનો ઉપયોગ કરી શકો છો. પ્લીઝ…”

7 વર્ષના નાનકડાં બાળકની આ વાત સાંભળીને સ્ટોરના માલિકોએ તરત પોલિસી બદલી દીધી . ત્યાર પછી 24 કલાકની અંદર બેન્જામિનને જવાબ મળી ગયો. તેમણે બેન્જામિનને લખ્યું કે તેઓ આ મુદ્દે વિચારીશું. સ્મિથે કહ્યું કે આ વાંચીને મારા હોઠ પર સ્મિત આવી ગયું કારણ કે, આ કાચબા સમુદ્રી જીવોની એક એવી પ્રજાતિ છે, જેના વિશે ખૂબ સારી રીતે અને વાજબી કારણો સાથે મેં એ અપીલ કરી હતી. તેના વિશે બહુ ઓછા લોકો કામ કરે છે. આ મુદ્દાએ મને ભાવુક કરી દીધો હતો. આ અંગે સ્ટોરે કહ્યું હતું કે હવે અમે ફક્ત કોર્ન સ્ટ્રોનો જ ઉપયોગ કરીશું અને અમે પણ ખૂબ ઝડપથી બધાને કોર્ન સ્ટ્રોનો ઉપયોગ કરવાની અપીલ કરીશું.

Leave a Reply