ભારતના A-SAT ટેસ્ટથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને ખતરો: નાસા

27 માર્ચના રોજ ભારતે પૃથ્વીની લો અર્થ ઓરબીટ (એલ.ઈ.ઓ.) કક્ષામાં સ્થિત એક 740 કિલોના પૂર્વ-નિર્ધારીત સેટેલાઈટને મિસાઈલ વડે તોડી પાડ્યું. આ ટેસ્ટથી ભારત, અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોના સમૂહમાં આવી ગયું, જેમની પાસે મિસાઇલથી અવકાશમાં સેટેલાઈટ તોડી મારવાની ટેક્નોલોજી છે.

આ ટેસ્ટથી અમેરીકી અંતરિક્ષ સંસ્થાન- નાસાના વડા જિમ બરડીનસ્ટાઈનએ રોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના આ ટેસ્ટથી પૃથ્વીને ભ્રમણ કરી રહેલું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ખતરામાં છે. ભારતના એન્ટી-સેટેલાઇટ ટેસ્ટથી અવકાશમાં 400 ટુકડા જેટલો કચરો પેદા થયો છે. તેમણે કહ્યું કે નાસા સેટેલાઈટના ટુકડાઓને નિરંતર ટ્રેક કરી રહયા છે, જે 10 સેન્ટિમીટરથી મોટા છે અને આવા લગભગ 60 ટુકડા ટ્રેક કરાયા છે.

જોકે, ભારતે જે સેટેલાઇટને નિશાનો બનાવ્યો તે સ્પેસ સ્ટેશનથી ઘણી નીચેની ભ્રમણકક્ષામાંથી પણ તેમાંથી 24 ટુકડા સ્પેસ સ્ટેશનની કક્ષાથી ઉપર છે, એવું નાસાના વડાએ ઉમેર્યું.

ભારતે બચાવ કરતા નાસાના વક્તવ્યનું ખંડન કર્યુ છે, જેમાં વિદેશ મંત્રાલયએ જણાવ્યું છે કે ટેસ્ટ નીચલી ભ્રમણકક્ષામાં કરાયો હતો અને તેનાથી જે પણ કચરો પેદા થયો છે, તે ભવિષ્યમાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને બળી જશે.

Leave a Reply