એક સમયે અનિલ અંબાણી ભાઇ સામે જંગે ચઢ્યા હતા…

મુંબઇ: એક સમય હતો, જ્યારે અંબાણી પરિવારનો ખટરાગ જગજાહેર હતો. એ સમયે અનિલ અંબાણી મુકેશ અંબાણીને જેલમાં મોકલવા માગતા હતા. પરંતુ, આજે પરિસ્થિતિઓ અલગ છે.

આજથી 10 વર્ષ પહેલાં અનિલ અંબાણીએ પોતાના ભાઈ મુકેશ અંબાણી પર 10 હજાર કરોડનો માનહાનિનો કેસ કર્યો હતો. આ વાતની જાણ થતાં કોર્પોરેટ લોબીમાં દોડધામ મચી ગઇ હતી. મુકેશ અંબાણીએ ન્યૂયૉર્ક ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અનિલ અંબાણી પર બન્ને અલગ થયા પહેલાં પોતાના વિરુદ્ધ લૉબીઇસ્ટ અને જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઇન્ટરવ્યૂ બાદ અનિલ અંબાણીએ પોતાના ભાઈ મુકેશ અંબાણી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

પરંતુ, સમય પલટાય છે અને સંબંધો પણ બદલાય છે, એ આ પરિવારે સાબિત કર્યુ છે. ગત સપ્તાહે અનિલ અંબાણીનું બિલકુલ અલગ નિવેદન આવ્યું હતું, જેમાં અનિલ અંબાણીએ કહ્યું, “મારા આદરણીય ભાઈ અને ભાભીને દિલથી અને આભાર. તેઓ મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહ્યાં.”

ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણીએ પોતાના ભાઈનું દેવું ચૂકતે કરીને પોતાના ભાઈને જેલ જતા બચાવ્યા છે. પિતાના મોત બાદ બંને ભાઈઓએ કડવાહટની તમામ હદો વટાવી દીધી હતી અને ધીરુભાઈ અંબાણીના વેપારી સામ્રાજ્ય રિલાયન્સ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. હવે જોવાનું એ છે કે હવે આ જોડાયેલો સંબંધ કઇ સીમા સુધી જાય છે!

Leave a Reply