રાજામૌલી અને RRRની ટીમ વડોદરામાં!

બાહુબલી ફેમ ડિરેક્ટર એસ.એસ. રાજમૌલિ અને તેમનો સ્ટાફ હાલ વડોદરામાં આવી પહોંચ્યો છે. અહીં તેઓ તેમની અપકમિંગ ફિલ્મ ‘RRR’નું શુટિંગ કરવાના છે. જુનિયર NTR અને રામચરણ તેજા પણ વડોદરા આવી પહોંચ્યા છે.

RRR ફિલ્મમાં જુનિયર NTR અને રામચરણની સાથે આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ જોવા મળશે. હૈદરાબાદમાં આ ફિલ્મનાં પહેલા શિડ્યુલનું શૂટિંગ પૂરું થઇ ગયું છે. વડોદરા બાદ તેઓ અમદાવાદ અને ત્યારબાદ પૂણેમાં શુટિંગ કરવાના છે. મળતી માહિતી અનુસાર એપ્રિલમાં પહેલાં ગુજરાત અને પછી પૂણેમાં સાઉથ અને બોલિવુડના તમામ મોટા સ્ટાર્સ એક સાથે શૂટિંગ કરશે.

આ પહેલા આલિયા ભટ્ટે ફિલ્મ વિશે કહ્યું, “હું આ શાનદાર કાસ્ટ અને ટીમ સાથેના સુંદર સફરની શરૂઆત કરવા જઈ રહી છું, પરંતુ હવે મારાથી રાહ નથી જોવાઈ રહી. રાજામૌલી સર થેંક્યુ, મને તમારા ડાયરેક્શનમાં કામ કરવાનો ચાન્સ આપવા માટે.”

આ ફિલ્મ 30 જુલાઈ, 2020 ના રોજ વર્લ્ડવાઇડ એક સાથે 10 ભાષામાં રિલીઝ થશે.

Leave a Reply