મેડમ તુસાદ મ્યુઝિયમમાં બોલિવુડનાં આ સેલેબ્રિટીનો પ્રવેશ

તાજેતરમાં જ સિંગાપોર સ્થિત મેડમ તુસાદ મ્યુઝિયમમાં બોલિવુડનાં સેલેબ્રિટી ડાયરેક્ટર અને પ્રોડ્યુસર એવા કરણ જોહરનું વેક્સ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. આ પહેલાં સાઉથનાં તેલુગુ સુપરસ્ટાર એવા મહેશ બાબુનું પણ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું હતું.  

કરણ જોહરને વેક્સ સ્ટેચ્યુને તમે એપ્રિલમાં જોઇ શકો છો. કરણે પોતે જ આ ગૂડ ન્યૂઝ શરે કરી તસવીર શેર કરી. આ તસવીરમાં તેમના હાથમાં એક ફ્લે બોક્સ છે, જેના પર કરણનાં હાથની છાપ છે. સિંગાપુરમાં રહેનારા બોલિવુડ લવર્સને ખાસ મોકો મળશે, કારણકે કરણ જોહર પોતે જ તેમનું વેક્સ સ્ટેચ્યુ તમામ સામે રજૂ કરી રહ્યા છે. કરણ જોહર તેમના વેક્સ સ્ટેચ્યુની જાહેરાત લગભગ એક વર્ષ પહેલા જ કર્યુ હતુ.

મહત્વની વાત એ છે કે કરણ જોહર ભારતના પહેલા ફિલ્મ મેકર છે, જેનુ સ્ટેચ્યુ મેડમ તુસાદમાં લાગી રહ્યું છે. સિંગાપુરમાં મેડમ તુસાદમાં કરણ જોહર પહેલાં બોલિવુડનાં પ્રખ્યાત એક્ટર અને એક્ટ્રેસનાં સ્ટેચ્યુ લાગ્યા છે, જેમાં અનુષ્કા શર્મા અને મહેશ બાબૂનું વેક્સ સ્ટેચ્યૂ છે. ત્યા લંડનમાં મેડમ તુસાદમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, ઐશ્વરયા રાય બચ્ચન, કેટરીના કૈફ, દીપિકા પાદુકોણનો સમાવેશ થાય છે. આ સિવાય ક્રિકેટનાં માસ્ટર બ્લાસ્ટર એવાં સચિન તેંડુલકરનું પણ વેક્સ સ્ટેચ્યુ આ મ્યુઝિયમમાં જોવા મળશે.

Leave a Reply