લો બોલો- નેપોલિયન બોનાપાર્ટના લવલેટર 5.13 લાખ યુરોમાં વેચાયા!

યુરોપીયન દેશ ફ્રાન્સનાં એક સમયનાં મિલિટ્રી લીડર એવા નેપોલિયન બોનાપાર્ટે પોતાની પત્ની જોસેફિનને લખેલા ત્રણ લવ લેટર્સની ગત ગુરુવારનાં રોજ હરાજી થઇ હતી. આ હરાજીમાં 5,13,000 યુરો એટલે કે 5,75,000 અમેરિકી ડૉલરમાં હરાજી થઈ છે. જો આ રકમને ભારતીય નાણામાં મૂલવીએ તો આ રકમ લગભગ ચાર કરોડ રૂપિયા થાય છે.

નેપોલિયનનાં આ ત્રણે લવ લેટર્સ નેપોલિયને વર્ષ 1796 અને 1804 વચ્ચે લખ્યા હતા. ફ્રાંસના જાણીતા ડ્રોઉટ ઑક્શન હાઉસના હવાલાથી ન્યૂઝ એજન્સી એએફપીએ આ માહિતી આપી. વર્ષ 1796માં ઈટલી અભિયાન દરમિયાન લખાયેલા એક લવ લેટરમાં બોનાપાર્ટે લખ્યુ હતુ, “મારી પ્યારી મિત્ર, તમારા તરફથી મને કોઈ ચિઠ્ઠી મળી નથી. જરૂર કંઈ ખાસ ચાલી રહ્યું છે, એટલા માટે તમે પોતાના પતિને ભૂલી ગયા છો. જો કે કામ અને ખૂબ જ થાક વચ્ચે માત્ર અને માત્ર તમારી યાદ આવે છે.” ફ્રેંચ એડર અને એગુટ્સ હાઉસો તરફથી ઐતિહાસિક થીમ પર આધારિત હરાજીમાં એક દુર્લભ ઈનિગ્મા એન્ક્રિપ્શન મશીનને પણ શામેલ કરવામાં આવ્યુ હતું. આ મશીનનો પ્રયોગ નાઝી જર્મનીએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કર્યો હતો. આ મશીનની હરાજી 48,100 યુરોમાં થઈ છે. નેપોલિયનને દુનિયાના સૌથી મહાન મિલિટ્રી લીડર્સમાં ગણવામાં આવે છે. તે ફ્રાંસના શાસક પણ હતા. ફ્રેંચ રિવોલ્યુશન દરમિયાન નેપોલિયન બોનાપાર્ટ તરીકે એક ઉત્કૃષ્ટ કમાંડર દુનિયાને મળ્યો હતો.

Leave a Reply