સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા નથી ગયા, તો વહેલી તકે જજો!

ભારતની એકતા અને અખંડિતતાનાં રચયિતા એવા સરદાર વલ્લભભાઇ પટેલને અર્પણ કરવામાં આવેલું દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓમાં લોકપ્રિય બની રહ્યું છે. જો તમે આ સ્ટેચ્યુની મુલાકાત ન લીધી હોય, તો વહેલી તકે જતા આવજો, નહીંતર પાછળથી તે મોંઘુ પડી શકે છે.

મહત્વની વાત છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટોલ પ્લાઝા બનવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આમ, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જનારા પ્રવાસીઓને ભવિષ્યમાં ટોલ ટેક્સ ચૂકવવાનો થઇ શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલા ભાદરવા ગામ પાસે આગામી 6 મહિનાની અંદર ટોલ પ્લાઝા શરૂ થઇ જાય, તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે. જોકે, હાલ સત્તાવાર કોઇ માહિતી રજૂ થવા પામી નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધવા પામી છે અને તે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

આ ટોલ પ્લાઝા બન્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ સિવાય હવે તમારે ટોલ ટેક્સના પૈસાને લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસનો બજેટ વધારવું પડશે. રિપોર્ટ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે ડભોઇથી ગરુડેશ્વર અને ગરુડેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ફોર લેન રોડ બનાવવામાં આવ્યો છે, જેને બનાવવામાં અંદાજિત 450 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. માટે આ ખર્ચો ટોલ પ્લાઝા બનાવીને લોકો પાસેથી વસૂલ કરવામાં આવશે.

Leave a Reply