પ્રથમ તબક્કાનું મતદાન શરૂ: ક્યાંક EVM બગડ્યા તો ક્યાંક મતદાતાઓ જ નથી!

મુંબઇ: સમગ્ર દેશમાં ગુરુવારનાં રોજ લોકતંત્રનાં મહાન પર્વ એવા ઇલેક્શનની શરૂઆત થઇ ગઇ છે. લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં આજરોજ 20 રાજ્યોમાં કુલ 91 સીટો પર મતદાન થવાનું છે. મહત્વનું છે કે, નોર્થ-ઇસ્ટ રાજ્યો ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ તથા દક્ષિણી રાજ્ય આંધ્ર પ્રદેશમાં સવારે 7 વાગે મતદાન શરૂ થઇ ગયું હતું.

Courtesy: AIR

મહત્વનું છે કે 91 સીટો પર કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે, ત્યારે આજે મહત્વનાં નેતાઓ જેવા કે નિતિન ગડકરી, વી.કે.સિંહ, હંસરાજ આહીર અને કિરણ રિજિજૂ તથા કોંગ્રેસના નેતાઓ રેણુકા ચૌધરીની સીટ પર આજે મતદાન થવાનું છે. સાથે જ તેલંગાણામાં AIMIMના નેતા એવા અસદુદ્દીન ઓવૈસી પણ સામેલ છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સહિત 9 રાજ્યોમાં પહેલા તબક્કામાં જ મતદાન સંપૂર્ણ થવાનું છે, માટે એ જોવાનું રહેશે કે મતદાતાઓએ આ વખતે તેમના વિકાસની ગાડીને ધકેલવા કોને મત આપ્યો છે. 91 સીટોમાંથી કેટલીક સીટો પર ચાર વાગ્યો તો કેટલીક સીટો પર પાંચ વાગે મતદાન પૂરું થઇ જશે.

લાઇવ અપડેટ્સ:

આંધ્ર પ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પરિવાર સાથે આજરોજ સવારે મતદાન કર્યુ હતું.

અનંતપુરની ગુટી સીટ પર જનસેનાનાં ધારાસભ્ય મધૂસૂદન ગુપ્તાએ EVM પછાડીને તોડી પાડતા તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.

મેરઠમાં ચાર EVM મશીન બગડવાના સમાચાર સામે આવ્યા છે

જમ્મુ-કાશ્મીરની પૂંછ સીટમાં કડક બંદોબસ્ત સાથે મતદાન ગોઠવવામાં આવ્યું છે, પરંતુ અહીં કોઇ મતદાતા જોવા નથી મળી રહ્યા.

Leave a Reply