Google જણાવી રહ્યું છે કઇ રીતે કરશો વોટ!

નવી દિલ્હી: આજરોજ દેશમાં લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ ચૂક્યું છે, ત્યારે Google Doodle માં પણ તેની અસર જોવા મળી રહી છે. લોકશાહીના સૌથી મોટા પર્વને લઈને સર્ચ એન્જિન Google તરફથી Doodle બનાવવામાં આવ્યું છે. Googleના આ ડૂડલ પર ક્લિક કરતા જ How To Vote #India પેજ ખુલી જશે. આ પેજ પર તમને લોકસભા ચૂંટણી 2019 સાથે જોડાયેલા સમાચારો તેમજ અપડેટ્સ મળશે.

મહત્વનું છે કે,આ ચૂંટણીમાં દેશના 90 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આજરોજ પ્રથમ તબક્કામાં સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી વિવિધ રાજ્યોમાં, વિવિધ બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં 18 રાજ્યની 89 બેઠક અને બે કેન્દ્ર શાસિત પ્રદેશની બે બેઠક પર મતદાન એમ કુલ 91 સીટ પર મતદાન યોજાશે.

પ્રથમ તબક્કામાં આંધ્ર પ્રદેશની 25, અરુણાચલ પ્રદેશની બે, આસામની પાંચ, બિહારની ચાર, છત્તીસગઢની એક, જમ્મુ અને કાશ્મીરની બે, મહારાષ્ટ્રની સાત, મણિપુરની એક, મેઘાલયની બે, મિઝોરમની એક, નાગાલેન્ડની એક, ઓડિશાની ચાર અને સિક્કિમની એક બેઠક માટે મતદાન થઈ રહ્યું છે.

Leave a Reply