નમો ફૂડ પેકેટ અને ચૂંટણી પંચના નિયમો!

નવી દિલ્હી: આજરોજ દેશમાં 17મી લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. આવા ખાસ સમયે ચૂંટણી પંચે કાયદો ન તોડવા માટે અનેક નિયમો બનાવ્યા છે. પરંતુ, તેમ છતાં પણ અનેક જગ્યાએ નિયમો તોડવામાં આવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના નોઈડામાં ખુલ્લેઆમ નિયમોની મજાક ઉડાવાઇ રહી હોય, તેવી ઘટના સામે આવી છે. નોઈડામાં પોલીંગ કર્મચારીઓ માટે આ ડબ્બાઓમાં ખાવાનું વહેચવામાં આવી રહ્યું છે, જેમાં નમો ફૂડ લખેલું છે. આ લંચને પોલીંગ બૂથ પર ખુદ પોલીસ કર્મીઓ વહેંચી રહ્યા છે.

કોંગ્રેસ દ્વારા આ બાબતને લઈ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની વાત કહી રહી છે. પરંતુ, આ બાબતે જ્યારે પોલીસ સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે, નમો પેકેટમાં કોઈને ખાવાનું વહેંચવામાં આવ્યું નથી.

Leave a Reply