શું રાહુલ ગાંધી પર હુમલાની આશંકા છે?

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારના રોજ અમેઠી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યુ એ પહેલા તેમણોમ રોડ શો યોજ્યો હતો. જો કે આ રોડ શોમાં એક એવી ઘટના સામે આવી કે પૂરા દેશમાં હલચલ મચાવી દીધી. આ રોડ શો દરમિયાન રાહુલ ગાંધીના માથાના ભાગે લીલા કલરની લાઈટ જોવા મળી હતી. તેથી કોંગ્રેસે ગૃહ મંત્રાલયને રજૂઆત કરી હતી કે રાહુલ ગાંધી પર કોઈ હુમલો કરવા માંગે છે.

આ બાદ કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા ગૃહ મંત્રાલયને રજૂઆત કરી હતી અને રાહુલ ગાંધીની સુરક્ષામાં બેદરકારી દાખવવામાં આવી હોવાની જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે અગાઉ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પર હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હતી. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે કે, રાહુલ ગાંધી પર પણ કોઈ હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મીડિયાને સંબોધન કરતી વખતે રાહુલ ગાંધીના માથાના ભાગે 6 થી 7 વખત આ લાઈટ જોવા મળી હતી. તેથી સવાલ ઉઠી રહ્યા છે કે શુ ખરેખર કોઈ રાહુલ ગાંધી પર હુમલાનો પ્રયાસ કરી રહ્યુ છે?

જો કે, ગૃહ મંત્રાલય દ્વારા આ બાબતે તાત્કાલિક જવાબ આપવામાં આવ્યો છે કે, રાહુલ ગાંધી પર કોઈ પણ પ્રકારના હુમલાનો પ્રયાસ કરવામા આવ્યો નથી. રાહુલ ગાંધીના માથાના ભાગે જોવા મળી રહેલી લાઈટ AICCના કેમેરામેન દ્વારા ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ફોનની છે.

કોંગ્રેસે ગૃહમંત્રી રાજનાથ સિંઘને પત્ર લખી આ મામલે તપાસ હાથ ધરવાની અને તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માટે જણાવ્યું છે. તેમજ રાહુલ ગાંધીને પૂરતી સુરક્ષા પૂરી પાડવાની માંગણી કરી છે.

Leave a Reply