નાના પાયે રોકાણ કરવું હોય તો પોસ્ટ-ઓફિસની આ સ્કીમ પર કરજો!

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા પહેલી એપ્રિલથી 30 જૂન સુધી નાની બચત યોજનાઓ પરનાં વ્યાજદર નક્કી કરવામાં આવ્યા છે.

કિસાન વિકાસ પત્ર:

પોસ્ટ-ઓફિસ દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓમાં આ સેવાનો પણ સમાવેશ થાય છે. કિસાન વિકાસ પત્ર એટલે કે KVP એક પ્રકારનાં બોન્ડ છે, જેમાં તમે માત્ર 1000 રૂપિયાથી બચત કરી શકો છો. આ એક એવી સ્કીમ છે, જેનો લાભ કોઇપણ લઇ શકે છે. આ બોન્ડની દરેક પ્રમાણ પત્રનાં રૂપમાં જારી કરવામાં આવે છે તેના પરનો વ્યાજ દર સમયાંતરે બદવાતો રહે છે.

શું છે પ્રક્રિયા?

કિસાન વિકાસ પત્રમાં 1000 રૂપિયાનાં મલ્ટીપલમાં રૂપિયા જમા કરાવવાનાં રહે છે. જેમ કે તમે 1000, 2000 કે 5000 જમા કરાવી શકો છો. આ રકમ એકસાથે એક જ વખતે જમા કરાવવાની રહેશે. એટલે કે તેમાં દર મહિને કે વર્ષે સિસ્ટમ નહીં બને. જેમ કે આપ 1 લાખ રૂપિયા જમા કરાવો છો તો આપને ડબલ થઇને 2 લાખ રૂપિયા મળે છે. આમ, તમારે 1 લાખ રૂપિયા સ્કિમ લેતા સમય જ જમા કરાવવા પડશે. આ માટે 9 વર્ષ 10 મહિના બાદ આપને 2 લાખ રૂપિયા મળશે. પોસ્ટ ઓફિસ દ્વારા આ સેવા અંતર્ગત પાસબુક પણ આપવામાં આવે છે. 

1 ઓક્ટોબર 2018થી તેમાં પર 7.7 ટકાનું વ્યાજ મળે છે. સાથે જ કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવા પર કોઇ સીમા નથી. જોકે, આપ લઘુત્તમ રોકાણ 1000 રૂપિયાનું હોવું જોઇએ અને આપ 1000 રૂપિયામાં મલ્ટીપલમાં કોઇ પણ રકમમાં રોકાણ કરી શકો છો.

કોઇ ખાસ ડોક્યુમેન્ટ જોઇશે?

કિસાન વિકાસ પત્રમાં રોકાણ માટે 2 પાસપોર્ટ સાઇઝનાં ફોટા, ઓળખ પત્રમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાસ્પોર્ટ, ઇલેક્શન કાર્ડ જોઇએ. રહેઠાણનાં પુરાવા તરીકે ઇલેક્ટ્રીસિટી બિલ, ટેલિફોન બિલ કે બેન્ક પાસબુક આપી શકશો. અને જો રોકાણ 50 હજારથી વધુ હોય તો PAN કાર્ડ જરૂરી છે. 

Leave a Reply