લો બોલો: PM મોદીને વોટ આપવા આ યુવકે ઓસ્ટ્રેલિયામાં નોકરી છોડી

મેંગ્લુરુ: લોકસભાની ચૂંટણીનાં પડઘમ ચારેકોર રેલાઇ રહ્યા છે, ત્યારે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારતનાં મહત્વના રાજ્ય એવા કર્ણાટકનાં મેંગ્લુરુમાં સભા સંબોધી હતી. આ સભામાં વડાપ્રધાન અને ભાજપનાં ઘણાં સમર્થકો હતા, તેમની વચ્ચે વડાપ્રધાનનો એક ખાસ ફેન હતો, જે ઓસ્ટ્રેલિયાથી આવ્યો હતો.

સુધીન્દ્ર હેબ્બાર

તમને જાણીને થશે કે ઓસ્ટ્રેલિયાથી આવે એમાં શું મહત્વનું છે, પરંતુ આ યુવક તેની નોકરી પર રાજીનામું આપીને આવ્યો હતો. સુધીન્દ્ર હેબ્બાર નામનો વ્યક્તિ સિડની એરપોર્ટ પર સ્ક્રીનિંગ ઓફિસર તરીકે કામ કરી રહ્યો હતો, જ્યારે તેણે ખબર પડી કે મતદાનના દિવસે તેને રજા નથી મળી રહી, ત્યારે તેણે પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું અને માદરે વતનની વાટ પકડી હતી. ખરેખર, આ વાત જાણીને લોકોને ઘણું આશ્વર્ય થયું હતું.

સુધીન્દ્ર હેબ્બારે MBAનો અભ્યાસ કર્યો છે. તે જણાવે છે, “સિડનીમાં હું દુનિયાભરમાંથી આવેલ લોકો વચ્ચે કામ કરું છું. જેમાં કેટલાંક યુરોપિયન પણ હોય છે અને કેટલાંક એશિયન લોકો પણ હોય છે. ત્યારે એવામાં મને ગર્વ થાય છે કે જ્યારે કોઇ મને આવીને એમ કહે છે કે ભારતનું ભવિષ્ય ખૂબ સારું છે. હું ભારતની બદલાતી તસ્વીર અને આ સફળતાનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને જ આપીશ.”

મેંગ્લુરુનાં સુરથકલમાં રહેતા સુધીન્દ્રએ વધુમાં જણાવ્યું હતું, “મને 5 એપ્રિલથી 12 એપ્રિલ સુધીની રજા મળી હતી. હું આ રજાને આગળ વધારી શકું તેમ નહોતો, કારણ કે આવનારા દિવસોમાં ઇસ્ટર અને રમઝાનને કારણે એરપોર્ટ પર ઘણી ભીડ રહેવાની હતી. પરંતુ હું આ વખતે કોઇપણ હાલતમાં વોટ કરવા માગતો હતો, એટલે મેં રાજીનામું આપવાનું નક્કી કર્યુ.” વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાત કરતાં સુધીન્દ્રએ કહ્યું હતું કે, હું ભારતની બદલતી ઇમેજ અને આ સફળતાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપીશ. હું સીમા પર જઇને મારા દેશની સુરક્ષા તો ન કરી શકું, પરંતુ એક વોટ નાખીને એક વોટરની જવાબદારી તો નિભાવી જ શકું છું.

Leave a Reply