આખરે વિરાટની ‘વિરાટ’ સેનાએ મેળવી પ્રથમ જીત

મોહાલી: કિંગ્સ ઇલેવન પંજાબને હાર આપીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ IPLની 12મી સિઝનમાં તેમની પ્રથમ જીત નોંધાવી છે. આ જીત સાથે જ તેમણે પોઇન્ટ ટેબલમાં સુધારો કર્યો છે.

આ પહેલાં પ્રથમ બેટિંગ લેતા કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 173 રન કર્યા હતા. ઓપનર ક્રિસ ગેઇલે સ્ફોટક ઇનિંગ રમતાં 64 બોલમાં 99 રન માર્યા હતા, જેમાં 10 ચોગ્ગા અને 5 છક્કાનો સમાવેશ થાય છે. બેંગ્લોર તરફથી ચહલે 2 વિકેટ, જ્યારે મોઇન અલી અને સિરાજે 1-1 વિકેટ ઝડપી હતી.

બીજી બેટિંગ કરતાં બેંગ્લોરે 43 રને પાર્થિવ પટેલની વિકેટ ગુમાવી હતી. પરંતુ, ત્યારે બાદ કોહલી અને ડિ’વિલિયર્સે બાજી સંભાળતા ઝડપથી સ્કોરનો પીછો કરતાં રહ્યા અને આખરે ચાર બોલ બાકી હતા, ત્યારે મેચ જીતી લીધી હતી. કોહલીના આઉટ થયા બાદ સ્ટોઇનીસે પણ 16 રનમાં 28 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આમ, કોહલી બ્રિગેડે ટુર્નામેન્ટમાં પ્રથમ વિજય મેળવ્યો હતો.

Leave a Reply