લંડનના એક શહેરમાં ગુજરાતીમાં લગાવવામાં આવ્યું બોર્ડ, કારણ જાણી ચોંકી જશો!

આજે વિશ્વમાં ગુજરાતીઓનો ડંકો વાગી રહ્યો છે. ત્યારે લંડનનુ એક શહેર એવુ છે જ્યાં ગુજરાતીઓને ગુજરાતી ભાષામાં નોટિસ આપવામાં આવી છે. જાણીને આશ્ચર્ય થશે કે આ નોટિસ તેમને પાન અને માવો ખાઈને થૂંકવાને લઈને આપવામાં આવી છે. બ્રિટિશ સરકાર ગુજરાતીઓની જ્યાં-ત્યાં થૂંકવાની આદતથી એટલી પરેશાન થઈ ગઈ કે તેમણે ગુજરાતીમાં નોટિસ લગાવી છે.

લંડનના લિસ્ટરશાયર શહેરમાં ખાસ ગુજરાતીઓને ઉદ્દેશીને બોર્ડ લગાવવામાં આવ્યુ છે. જેમાં ગુજરાતીમાં લખવામાં આવ્યુ છે કે,  પાન ખાઈને સ્ટ્રીટ પર થૂંકવુ એ આરોગ્ય માટે નુકશાનકારક અને અસામાજિક છે, આપને 150 યુરોનો દંડ થઈ શકે છે.

એકતરફ જ્યારે દુનિયામાં ગુજરાતીઓને ડંકો વાગતો હોય અને બીજી તરફ આવા બોર્ડ ગુજરાતીઓ માટે લગાવવા પડે એ ખરેખર શરમજનક વાત છે. અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીમાં પણ લગાવેલી આ નોટિસ પરથી અનુમાન લગાવી શકાય છે કે, ઈંગ્લેન્ડના લોકો ગુજરાતીઓની માવા-મસાલો ખાઈને થૂંકવાની આદતથી કેટલા પરેશાન થઈ ગયા છે.

આંકડા જોવા જઈએ તો ઈંગ્લેન્ડમાં લગભગ 12 લાખ ભારતીયો રહે છે, જેમાંથી આશરે 6 લાખ જેટલા ગુજરાતીઓ છે. ત્યાંની સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર લિસ્ટરશાયર શહેરમાં ભારતીયોની સંખ્યા વધુ છે.  વર્ષ  2014માં લંડન કાઉન્સિલે માવો-મસાલો ખાઈને થૂંકવા પર 80 યુરો દંડનો નિયમ બનાવ્યો હતો. તેમજ 2016 માં આ આદત ધરાવતા ભારતીયો પાસેથી 80 પાઉન્ડ દંડ પણ વસૂલવામા આવ્યો હતો. છતાં પણ હજી તેઓ તેમની આ ગંદી આદત સુધારવાનુ નામ લેતા નથી.

Leave a Reply