જાણો, બીજા તબક્કામાં લોકોનો મતદાન માટેનો ઉત્સાહ કેવો છે?

મુંબઇ: દેશમાં લોકસભા 2019 ની લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 11 એપ્રિલના રોજ 21 રાજ્યોની 91 બેઠક પર પ્રથમ તબક્કાનુ મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે 18 એપ્રિલના રોજ 12 રાજ્યોની 95 બેઠક માટે મતદાન કરવામાં આવી રહ્યું છે.

બીજા તબક્કામાં તામિલનાડુની 38, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 10, ઉત્તરપ્રદેશની 8, આસામ, બિહાર અને ઓડિશાની 5-5, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની 3-3, જમ્મુ-કાશ્મીરની 2 અને મણિપુર અને પુડ્ડુચેરીની 1-1 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.

જો આંકડાઓ પર નજર કરીએ તો અત્યાર સુધી વિવિધ રાજ્યોમાં કંઈક આટલુ મતદાન થયુ છે.

 • ઉત્તરપ્રદેશમાં 24 ટકા મતદાન
 • બુલંદશહેરમાં 25 % મતદાન
 • બિહારમાં 19 % મતદાન
 • મણિપુરમાં 32 % મતદાન
 • જમ્મૂ-કશ્મીરમાં 10 % મતદાન
 • આસામમાં 13 % મતદાન
 • મહારાષ્ટ્રમાં 12 % મતદાન
 • કર્ણાટકમાં 11 % મતદાન
 • ઓડિશામાં 12 % મતદાન
 • બંગાળમાં 13 % મતદાન
 • છત્તીસગઢમાં 14 % મતદાન
 • તમિલનાડુમાં પોલાચીમાં 20 % મતદાન,
  જ્યારે કોઈમ્બતૂરમાં 14 % મતદાન

Leave a Reply