વોટિંગ કઇ રીતે કરવું, એટલી સભાનતા પ્રજાજનોમાં નથી?

વડોદરા: આજરોજ ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઇ રહી છે, ત્યારે 14 રાજ્યોમાં હાલ મતદાન થઇ રહ્યું છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર મતદાન ચાલી રહ્યુ છે, ત્યારે વડોદરાથી આચારસહિતા ભંગ થઇ હોવાનો મામલો ઊંચકાયો છે.

વડોદરા શહેરનાં ભાજપ મહિલા મોરચા આઇ.ટી. સેલનાં પ્રમુખનો એક ફોટો વાયરલ થયો છે, જેમાં તેઓ EVMનું બટન દબાવી રહ્યા છે, તે દેખાઇ રહ્યું છે. આ ફોટો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો છે. વોર્ડ નંબર 4 ખાતે મતદાન કર્યા બાદ તેમણે આ ફોટો ક્લિક કર્યો હતો.

મહત્વનું છે કે, ગુજરાતમાં શાંતિપૂર્ણ અને કોઇ પણ પ્રકારની ખામી વિના મતદાન થઇ શકે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબંસ્ત રાખવામાં આવ્યો છે. મતદાન કરવુ જે જનતાની પ્રાથમિક ફરજ કહેવાય છે, પરંતુ તે દરમિયાન કોઇપણ ભુલ ન થાય તે વાતની કાળજી પ્રજાએ પોતે જ રાખવાની હોય છે. જો કે,  ઘણા લોકો એવા પણ હોય છે કે જે પોતાનો ફોટો પાડી મતદાન કરીને આવ્યા હોવાનું સોશિયલ મીડિયામાં જણાવતા હોય છે, જે ખરેખર અયોગ્ય ઘટના છે.

Leave a Reply