થાનોસનાં ઇન્ફીનીટ સ્ટોન પર ક્લિક કરશો અને સ્ક્રીન થઇ જશે ગાયબ!

ભારત અને દુનિયાભરમાં હાલ એવેન્જર્સ સિરીઝની છેલ્લી ફિલ્મ ‘EndGame’ ધૂમ મચાવી રહી છે. આ સમયે દરેક જગ્યાએ થાનોસ ચર્ચામાં છે, જે એક સુપરવિલન તરીકે ઊભરી આવેલું કેરેક્ટર છે. સોશિયલ મિડીયા અને સાથે જ memeમાં પણ તે હાલ જોવા મળી રહ્યો છે, ત્યારે Googleમાં પણ થાનોસનું અલગ વર્ચસ્વ છે.

Google દ્વારા માર્વેલ સ્ટુડિયોઝ સાથે મળીને એક નવું ફિચર ઉમેરવામાં આવ્યું છે, જેમાં તમે થાનોસ સર્ચ કરીને નવી સ્ક્રીનમાં તેના ઇન્ફીનીટી સ્ટોન પર ક્લિક કરશો એટલે સ્ક્રીનમાં એક પછી એક કન્ટેન્ટ ગાયબ થવા માંડશે અથવા કહો તો ઉડી જશે. જેમ તમે ટ્રેલરમાં બધા એવેન્જર્સને ગાયબ થતાં જોયા હતા, બસ એ જ રીતે તમારી કોમ્પ્યુટરની સ્ક્રીન પણ ગાયબ થઇ જશે.

ઉલ્લેખનીય છે કે, માર્વેલ સ્ટુડિયોઝ દ્વારા એવેન્જર્સ સિરીઝ બનાવવામાં આવી છે, જેનો આ છેલ્લો ભાગ છે. આ ફિલ્મ બાદ કોઇ એવેન્જરની નવી મુવી આવવાની શક્યતા ઓછી છે. માટે આ કારણથી માર્વેલના ફેન્સ થોડાં નારાજ પણ છે અને થોડા દુ:ખી પણ છે.

Leave a Reply