ચૂંટણી આયોગનાં પ્રતિબંધ બાદ સાધ્વી પ્રજ્ઞાની રિવ્યુ પિટિશન

નવી દિલ્હી: ચૂંટણી આયોગનાં પ્રતિબંધ બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે રિવ્યુ પિટિશન દાખલ કરીને પ્રતિબંધના ગાળાનો ઓછો કરવા માંગ કરી છે. તેમણે 72 કલાકનાં ગાળાનો ઓછો કરીને ફક્ત 12 કલાક કરવા માંગ કરી છે. આ પાછળનું કારણ દર્શાવતા સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે તેમને પ્રચારમાં ઓછો સમય મળે છે.

મહત્વનું છે કે, પોતાના આક્રમક વલણ અને અયોગ્ય શબ્દોને કારણે ચૂંટણી આયોગે સાધ્વી પર 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. આના જવાબમાં સાધ્વી પ્રજ્ઞાએ યાચિકા દાખલ કરી છે, જેમાં લખ્યું છે, “હું અશરતી માફીનામુ આપું છું કે ભવિષ્યમાં ચૂંટણી વિધિ અને આદર્શ આચાર સંહિતાનું પાલન કરીશ અને ફરિયાદનો મોકો નહીં આપું.” સાથે જ તેમણે જણાવ્યું છે કે મેં બાબરી મસ્જિદને લઇને એવું કોઇ નિવેદન નથી આપ્યું, જેનાથી શાંતિ ભંગ થાય.

આ પહેલાં, હેમંત કરકરે અંગેના નિવેદન પર જોકે તેમણે માફી માંગી છે અને પોતાનું નિવેદન પરત ખેંચ્યું છે. મહત્વનું છે કે સાધ્વી પ્રજ્ઞા પરનો પ્રતિબંધ ગુરુવાર સવારે 6 વાગ્યાથી શરૂ થઇ ગયો છે. સાધ્વી પ્રજ્ઞાના બાબરી મસ્જિદ વાળા નિવેદનને લઇને આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Leave a Reply