…અને પાઇલટે જાણી જોઇને પ્લેનને નદીમાં ઉતારી દીધું!

શુક્રવારનાં રોજ અમેરિકાનાં ફ્લોરિડામાં એક હવાઇ દુર્ઘટના થતાં રહી ગઇ હતી. બોઇંગ 737 કૉમર્શિયલ જેટ વિમાન લેન્ડિંગ સમયે રન-વેથી લપસીને સેંટ જૉન નદીમાં ખાબક્યું હતું. સ્થાનિક નેવલ એર સ્ટેશન જેક્સનવિલેના પ્રવક્તાના જણાવ્યા મુજબ પ્લેનમાં 136 યાત્રીઓ હતા અને તમામ સુરક્ષિત છે.

જોકે, આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર નથી.  આ પહેલાં પણ આવી એક ઘટના બની હતી, જેમાં એક પાયલટે જાણી જોઈને દુર્ઘટનાથી બચવા માટે પ્લેનને નદીને વચ્ચે ઉતારી દીધું હતું. આ ઘટના વર્ષ 2009માં 15મી જાન્યુઆરીના રોજ ઘટી હતી.

ઉલ્લેખનીય છે કે, ફ્લાઇટ 1549ની આ ચર્ચીત ઘટના પરથી હૉલિવૂડની ‘સલી’ નામની ફિલ્મ બની છે. આ ફિલ્મમાં પાયલટનો અભિયન જાણીતા એક્ટર ટૉમ હેક્સે કર્યો હતો. US Airways ની ફ્લાઇટ 1549 કે જે 15મી 2009ના રોજ 155 મુસાફરો સાથે ટેકઑફ થઈ તેની 100 સેકન્ડમાંજ પ્લેનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા. ત્યારે એરબસ A320 વિમાન હવામાં 3,000 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયું હતું અને તેને રનવે પર પરત લાવવાના કોઈ અણસાર નહોતા.

એ સ્થિતિમાં ફ્લાઇટનું એન્જિન બંધ થયું તેની 4 મિનિટની અંદર જ પાયલટે પ્લેનને હડસન નદીની વચ્ચે લેન્ડ કરાવી દીધું હતું. જાણ ખાતર જણાવીએ કે, હડસન નદી ન્યૂયોર્ક શહેરની વચ્ચેથી પસાર થાય છે. પાયલટની સમજદારીનાં કારણે આ દુર્ઘટના ઘટતા રહી ગઇ હતી અને ઘણાં જીવો બચ્યા હતાં.

Leave a Reply