આજથી મહિલાઓની IPL શરૂ: ત્રણ ટીમો લેશે ભાગ

મુંબઇ: IPL-12મી સીઝન હાલ તેના પીક પોઇન્ટ પર છે, ત્યારે ગત સોમવારથી મહિલાઓની IPL શરૂ થઇ રહી છે. આ સીઝનમાં મહિલાઓની ત્રણ ટીમો ભાગ લઈ રહી છે, જેમાં મહિલાઓની IPL ની ટીમમાં વેલોસિટી, સુપરનોવા અને ટ્રેબલેજર્સ વચ્ચે ચાર મેચ રમાશે.

મહત્વનું છે કે, આ સીઝનમાં મહિલાઓની ત્રણ ટીમો ભાગ લઈ રહી છે. સુપરનોવાની કેપ્ટનશીપ હરમનપ્રીત કરશે અને ટ્રેબલેજર્સની કેપ્ટનશીપ સ્મૃતિ મંધાના કરશે, જ્યારે વેલોસિટીની કેપ્ટનશીપ અનુભવી પ્લેયર મિતાલી રાજ કરશે. આ ટુર્નામેન્ટની શરૂઆત 6 મેના સોમવારથી થશે, જેમાં પહેલી મેચ સુપરનોવા અને ટ્રેબલેજર્સ વચ્ચે રમાશે.

મેન્સ IPLની જેમ મહિલા IPL માં પણ ત્રણેય ટીમોમાં ઘણા વિદેશી સ્ટાર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડની નતાલી સ્કિવર, ન્યૂઝીલેન્ડની સોફી ડીવાઈન, સૂજી બેટ્સ અને વેસ્ટ ઈન્ડિઝની સ્ટેફની ટેલરનો સમાવેશ આ ટીમોમાં કરવામાં આવ્યો છે. સાથે જ ઓસ્ટ્રેલિયાની મેગ લૈનિંગ, એલિસી પૈરી અને એલિસા હીલી પણ ટુર્નામેન્ટ સાથે જોડાવાની હતી જો કે તેમને ઓસ્ટ્રેલિયન બોર્ડ તરફથી અનુમતી નહોતી મળી. પહેલી સીઝનમાં મંધાનાની ટીમમાં જમ્મુ-કાશ્મીરની પ્લેયર જાસિયા અખ્તર પણ રમી શકે છે.

એક મહત્વની વાત કે ગયા વર્ષે પણ IPL મેન્સની ફાઈનલ મેચ પહેલા એક સેમ્પલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply