જીગ્નેશ મેવાણીએ કરી ધરખમ જાહેરાત: આંતર-જાતીય લગ્ન કરાવવા માટે સંપર્ક કરો!

ગાંધીનગર: ગુજરાતનાં યુવા નેતા અને વડગામના અપક્ષ ધારાસભ્ય એવા નેતા જિગ્નેશ મેવાણીએ આજ અગત્યની જાહેરાત કરી છે. આજરોજ જીગ્નેશ મેવાણીએ પોતાના ફેસબુક પેજ પરથી આજે જાહેરાત કરી છે કે, આંતરજાતિયના લગ્નો ઇચ્છિત યુગલો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સંપર્ક કરી શકશે. આ અંતર્ગતમાં ગુજરાતના કોઈપણ વિસ્તારમાં કોઈપણ પ્રેમી-દંપતીએ આંતર જાતિય લગ્ન કરવા ઇચ્છતા હોય અને જો કોઈ સમસ્યા હોય તો તેઓ જીગ્નેશ મેવાણીનો સંપર્ક કરો.

આ સાથે જ જીગ્નેશ મેવાણીએ કહ્યું કે તેઓ સાથે ઊભા રહીને લગ્ન કરાવી આપીશું અને વકીલની ફી પણ અમે આપીશું. વધુમાં મેવાણીએ લખ્યું છે કે, “આંતરજાતિય લગ્ન વિના જાતિવાદની પ્રથા દૂર થવાની અને નવી જાતિની રચના વિના કોઈ જાતિને નાબૂદ કરી શકાય નહીં. પ્રેમ કરો, ખૂબ જ મહેનત કરો. આંતર જાતિય લગ્ન કરનારાઑ પર જેટલા હુમલા થાય એટલો જ પ્રેમ, ઈશ્ક અને મહોબત્તનો નારો લગાવવામાં આવે.”


હાલ દિલ્લી ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરી રહેલા જિગ્નેશ મેવાણીએ વાત કરી હતી કે આજે 21મી સદીમાં, ડિજિટલ યુગમાં અને વસુધૈવ કુટુંબમથી વિશ્વમાં પ્રચલિત એવા ભારત દેશમાં આજે આંતરજાતિય લગ્ન કરનાર યુગલો પર હુમલા થઈ રહ્યા છે, પિતૃ સત્તાક અને જાતિવાદી લોકો, સ્ત્રીઓને આઝાદી પર પોતાનું ઘમંડ બતાવી રહ્યા છે, જેનું પરિણામ ઓનર કિલિંગ છે, હવે આવું ન થવું જોઈએ, ગુજરાતમાં અમે ઊભા છીએ આવા પ્રેમી યુગલો સાથે જે આંતરજાતિય લગ્ન કરવા ઈચ્છે છે. અમે સાથે રહીશું, વકીલની ફી અને કાયરદેસરની પ્રક્રિયા અને જરૂર પડે સરકાર પાસે આવા યુગલોને પોલીસની સિક્યોરીટી પણ આપવીશું.

Leave a Reply