નોબલ પ્રાઇઝ વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની આજે જન્મતિથિ: તેમની કેટલીક રોચક વાતો

ભારતનાં મહાન સાહિત્યકારો અથવા વિદ્વાનોની વાત આવે, ત્યારે રવિન્દ્રનાથ ટાગોરનું નામ એ બધામાં મોખરે આવશે. 7 મે 1861નાં રોજ કોલકાતામાં રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ થયો હતો.

જાણો, રવિન્દ્રનાથ ટાગોરની કેટલીક ખાસ વાતો:

  • રવિન્દ્રનાથ ટાગોર એ પ્રથમ નોન-યુરોપિયન નોબલ લોરિયેટ હતા, જેમને વર્ષ 1913માં સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.
  • બ્રિટિશ રાજ દ્વારા કવિવરને વર્ષ 1915માં નાઇટહુડનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
  • રવિન્દ્રનાથ ટાગોર વિશ્વ-ભારતી યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આ યુનિવર્સિટીની મહત્વની વાત એ છે કે કવિવરને નોબલ પારિતોષિકમાં મળેલા રોકડ ઇનામ અને સાથે જ ફંડ સહાયતા દ્વારા બનાવવામાં આવી હતી.
ગીતાંજલી પુસ્તકનું કવર
  • રવિન્દ્રનાથ ટાગોરની સૌથી ચર્ચિત કૃતિ એટલે ગીતાંજલી! આ પુસ્તકમાં તેમની 157 કવિતાઓનો સમાવેશ થાય છે, જે 1910માં પ્રકાશિત થયું હતું.
  • ભારતમાં બ્રહ્મો સમાજની સ્થાપનામાં જે વ્યક્તિઓનો મહત્વનો ફાળો હતો, તેમાંથી એક રવિન્દ્રનાથના પિતા એટલે કે દેબેન્દ્રનાથ ટાગોરનો પણ સમાવેશ થાય છે.
  • 1919ના જલિયાવાલા કાંડ બાદ રવિન્દ્રનાથ ટાગોરે પોતાનો નાઇટહુડનો ખિતાબ બ્રિટિશ રાજને પરત કર્યો હતો.

Leave a Reply