ભારત જ નહીં, વિદેશમાં પણ લોકોને રાજકીય પક્ષો પર વિશ્વાસ નથી રહ્યો!

નવી દિલ્હી: આજરોજ આફ્રિકન દેશ સાઉથ આફ્રિકામાં ચૂંટણી યોજાઇ હતી, જેમાં પ્રજાજનોમાં ઉત્સાહની સાથોસાથ રોષ પણ જોવા મળી રહ્યો હતો. મહત્વનું છે કે, સાઉથ આફ્રિકાની આ ચૂંટણી નિર્ણાયક છે, જેના પછી તેમને નવા રાષ્ટ્રપતિ મળવાના છે.

મહત્વનું છે કે સાઉથ આફ્રિકાના 26 મિલિયનથી વધુ વોટર્સ રજિસ્ટર થયા હતા, જેમણે આજરોજ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યુ હતું. જોકે, ઘણાં વોટર્સને પોતાની વર્તમાન સરકાર તો અમુક વોટર્સ દરેક રાજકીય પક્ષથી ખફા છે.  હાલમાં અહીં ANC(African National Congress) સત્તામાં છે, જ્યારે અન્ય પક્ષો DA(Democratic Alliance) અને  Economic Freedom Fighters (EFF) પણ સારી એવી લીડ મેળવી શકે છે, તેવું હાલના સમીકરણોથી જાણવા મળી રહ્યું છે.

પોતાની સરકાર અને સમસ્યા વિશે વાત કરતાં એક નાગરિકે જણાવ્યું કે દેશમાં હજી પણ નોકરીઓની તકો ઓછી છે અને ડ્રગ્સ તથા ગેંગ્સટર્સની સમસ્યા દિવસે ન દિવસે વધતી જાય છે. ત્યારે કઇ સરકારને હું પસંદ કરું કે જે મને સુરક્ષિત મહેસૂસ કરાવે, તે અઘરું છે. તો અન્ય એક વોટર જણાવે છે કે ભલે પરિસ્થિતિ ગમે એવી હોય પણ હું વોટ કરીશ, કારણકે એ જ મારો અવાજ છે.

સાઉથ આફ્રિકામાં હજી પણ બેલેટ પેપરથી ઇલેક્શન થાય છે અને ત્યાં પણ 18 વર્ષે જ વોટરને વોટ કરવાનો હક મળે છે. જોકે, તે 16 વર્ષની ઉંમરે રજીસ્ટર કરાવી શકે છે. હવે જોવાનું એ છે કે સાઉથ આફ્રિકન નાગરિકો વર્તમાન પ્રેસિડેન્ટ સિરિલ રામ્ફોસાને હટાવશે કે ફરીથી ઇતિહાસ સર્જાશે!

Leave a Reply