ભારત-પાકિસ્તાનની મેચ હોય અને આવો ઉત્સાહ હોય…

મુંબઇ: ક્રિકેટ મેચ હોય અને તેમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે થનારા હાઇવોલ્ટેજ મુકાબલાને લઇને ઉત્સાહ હંમેશા ચરમસીમા પર હોય છે. આવો જ કંઇક માહોલ છે, આગામી વર્લ્ડ-કપની ભારત-પાકિસ્તાનની મેચ પહેલાં, જેમાં આ મેચની ટિકિટો ફક્ત 48 કલાકમાં જ વેચાઇ ગઇ હતી.

Wales ના બીચ પર દરેક દેશનાં ધ્વજ અને ICC ની ટ્રોફી

આ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે હજી કેટલાં લોકો આ મેચને નિહાળવા માંગે છે અને ક્રિકેટની આ લડાઇનો આનંદ લેવા માંગે છે. વર્લ્ડ-કપ આ વખતે ઇંગ્લેન્ડમાં છે, છતાં આ મેચને લઇને કેટલો ક્રેઝ છે, તે ટિકિટ વેચાણના આંકડા પરથી જ ખબર પડી જાય છે.

મહત્વનું છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ થવાની છે, જેની ગ્રાઉન્ડ ક્ષમતા 26 હજાર લોકોની છે. આ બંને ટીમ એકબીજા સામે 16 જૂનના રોજ ટકરાશે. આ મેચ બાદ આ જ ગ્રાઉન્ડ પર 26 જૂનના રોજ ભારત અને વેસ્ટ ઇન્ડીઝનો મુકાબલો થશે. આ પહેલાં પુલવામા હુમલાને લીધે ભારત-પાકિસ્તાનની મેચ પર પ્રતિબંધ મૂકવાની માંગો ઊઠી હતી, પરંતુ ICCએ એ તમામ શક્યતાઓ નકારી દીધી હતી.

Leave a Reply