…તો મહાગઠબંધનના આ ઉમેદવાર યોગ્ય છે વડાપ્રધાન પદ માટે!

હૈદરાબાદ: તેલુગુ દેશમ પાર્ટી(TDP) નાં પ્રમુખ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આજરોજ એક મહત્વનું નિવેદન આપ્યું હતું. ચંદ્રાબાબુએ જણાવ્યું કે તેઓ વડાપ્રધાન પદની દાવેદારીમાંથી બહાર છે. તેમણે આ પદ માટે બીજા ઘણાં નેતાઓને દાવેદાર ગણાવ્યા છે.

ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણીમાં કોઈ પણ એક પક્ષને પૂર્ણ બહુમત નહિ મળે. TDP પ્રમુખે જનતા દળ સેક્યુલરના નેતા એચડી દેવગૌડા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવારનું નામ લઈને કહ્યું કે જો ભાજપને પૂર્ણ બહુમત ના મળે, તો વડાપ્રધાન પદ માટે આ બંને નેતાઓ યોગ્ય ઉમેદવાર છે.

મહત્વનું છે કે આ પહેલાં જ્યારે મહાગઠબંધન થયું, ત્યારે માયાવતી અને મમતા બેનર્જી સહિત ચંદ્રાબાબુ નાયડુને વડાપ્રધાન પદ માટે દાવેદાર ગણાવવામાં આવી રહ્યા હતા. આજરોજ એક અંગ્રેજી વર્તમાનપત્રઆપેલા ઈન્ટરવ્યુમાં નાયડુએ જણાવ્યું, “હું સ્પષ્ટ કહેવા ઈચ્છુ છુ કે હું પી.એમ. બનવાની રેસમાં નથી. હું મીડિયા દ્વારા બતાવવા ઈચ્છુ છું કે હું અહીં માત્ર વસ્તુઓને આગળ વધારવા માટે છું.” તેમણે કહ્યું કે દાયકા પહેલા મને પ્રધાનમંત્રી પદની ઑફર આપવામા આવી હતી ત્યારે પણ મેં ના કહી હતી.  અને આજે પણ મારા વલણ પર અડગ છુ. હું એ સમયે સંયુક્ત મોરચાનો સંયોજક હતો.

આ બાબતે તેમણે વધુમાં કહ્યું, “1995-96માં મને પ્રધાનમંત્રી બનવાની ઑફર મળી. પછી મેં દેવગૌડાને પૂછ્યું પણ તેમની ઇચ્છા નહોતી કે હું વડાપ્રધાન બનું. ત્યારબાદ અમે લોકોએ જ્યોતિ બસુને આ પદ માટે પસંદ કર્યા, પરંતુ પાર્ટીએ ના કહી દીધી.”

આ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સીધું કોઇનું નામ લેવાની જગ્યાએ કહ્યું કે માયાવતી હોય કે મમતા બેનર્જી, તે દરેક મોદી કરતાં સારા ઉમેદવાર છે.

Leave a Reply