જૈન સમાજની વસ્તીમાં ઘટાડો, નવો નારો ‘હમ દો હમારે 3’ અમલમાં!

કાનપુર: ગત સપ્તાહે જૈન સમાજના વિદ્વાન તેમજ મુનિશ્રીઓએ દિગમ્બર જૈન મહાસમિતિ ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરાખંડના સંભાગીય પદાધિકારી સંમેલનમાં તેમની ઘટતી જનસંખ્યા પર ચિંતા વ્યકત કરી હતી.

આ સમયે ઉત્તર પ્રદેશ અધ્યક્ષ નવનીત જૈને કહ્યું કે હવે ‘હમ દો હમારે દો’નો નારો ખત્તમ કરવાનો સમય છે. આપણે ‘હમ દો હમારે તીન’ પર કામ કરવું પડશે. આ ઉપરાંત, તેમણે ‘હમ દો હમારે તીન’ની યોજના પર કામ કરવાનું આહવાન કર્યું હતું.

આ અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે એવું થયું નહીં તો જૈન ધર્મનું અસ્તિત્વ ખત્તરામાં પડી જશે. તેઓએ ઘોષણા કરી કે જો કોઈ જૈન દંપતી ત્રીજું બાળક પેદા કરે છે અને તે છોકરી હશે તો મહાસમિતિ તેને સહાયતા પ્રદાન કરશે. રાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ દિનેશ ચંદ જૈને જણાવ્યું કે આંચલિક અધ્યક્ષ નવનીત જૈને રાજયમાં પરિવાર સુલહ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રમાં જૈન સમાજના એકબીજાના મતભેદોને નિપટાવી શકાય છે, જેથી સમાજમાં એક સુલેહભર્યુ વાતાવરણ ઊભું થશે.

Leave a Reply