બહેરાશ ધરાવતા લોકો માટે કુરાનની આયાતો શીખવી થઇ આસાન

નવી દિલ્હી: ગત 5મી મેથી વિશ્વભરમાં મુસ્લિમોનાં પવિત્ર એવા રમજાન મહિનાની શરૂઆત થઇ છે. સામાન્ય રીતે મુસ્લિમ ભાઇ-બહેનો આ પવિત્ર માસ દરમિયાન રોજા રાખે છે અને બંદગી કરે છે. સાથે જ તે લોકો પવિત્ર ગ્રંથ એવા કુરાનની આયાતો વાંચે છે, જેને સુરાહ કહેવાય છે.

કુલ 114 ચેપ્ટર ધરાવતા કુરાનને શીખવામાં ઘણો સમય લાગી શકે છે. આ કારણે ઘણાં લોકો તેને મોડર્ન રીતે એટલે કે ઓડિયો સાંભળીને પણ શીખે છે. પરંતુ, કાનમાં બહેરાશ ધરાવતા લોકો માટે શું? ઇન્ડોનેશિયાના એક 25 વર્ષીય યુવક સુર્યા સાહેટપીને આવો વિચાર આવ્યો અને તેણે નિરાશ થવાને બદલે આના પર કંઇક કામ કરવાનું વિચાર્યુ. સુર્યા અને તેના મિત્રોએ એક રીત શોધી, જેનાથી બહેરાશ ધરાવતા લોકો પણ કુરાનની આયાત આસાનીથી શીખી શકે.

‘કુરાન ઇન્ડોનેશિયા પ્રોજેક્ટ’ અંતર્ગત તેમણે એક વિડીયો સિરીઝ બનાવવાનું વિચાર્યુ, જેમાં એક વ્યક્તિ Sign Language થી કુરાનની દરેક આયાત સમજાવે અને વિડીયો જોનાર તે શીખી શકે. સુર્યા અને તેમના મિત્રો ગત વર્ષે રમજાન પહેલાં આ કામ શરૂ કર્યુ હતું અને અત્યાર સુધી ઘણાં વિડીયોઝ પ્રોડ્યુસ કર્યા છે, જેમાં વિવિધ ચેપ્ટરની સુરાહ શીખવાડવામાં આવી છે. સુર્યા જણાવે છે કે આ વિડીયોઝનો વિચાર તેમને વર્ષ 2017માં આવ્યો, જ્યારે તેઓ ‘કુરાન ઇન્ડોનેશિયા પ્રોજેક્ટ’ના સ્થાપક આર્ચી ફિત્રાહ વિરિજાને મળ્યા.  

Leave a Reply