હવે હવાઇ તાકાતમાં પણ ભારતનો પરચમ લહેરાશે!

ભારતીય વાયુસેનામાં વધુ એક શસ્ત્ર ઉમેરાયું છે, જે દુશ્મનને હરાવવા માટે કાફી છે. આ છે હેલિકોપ્ટર- અપાચે ગાર્ડિયન! ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે 22 અપાચે ગાર્ડિયન હેલિકૉપ્ટરના કરાર કરવામાં આવ્યા છે, જે પૈકી પ્રથમ હેલિકૉપ્ટર ભારતની વાયુસેનાને અમેરિકાના એરિઝોના સ્ટેટથી મળી ગયું છે.

અપાચે ગાર્ડિયન મેળવ્યા બાદ ભારતીય વાયુસેનાનાં સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી તેની જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે આ હેલિકોપ્ટરની પ્રથમ બેચ જુલાઇ સુધીમાં ભારતને મળી જશે. સાથે જ ભારતને દુર્ગમ પહાડો પર દુશ્મનનો સામનો કરવા માટે અપાચે ગાર્ડિયન એકદમ પરફેક્ટ સાધન સાબિત થશે.

શું છે અપાચે ગાર્ડિયનની ખાસિયતો?

  • અપાચે ગાર્ડિયનથી આધુનિક પ્રકારની તમામ મિસાઇલ્સ ફાયર કરી શકાય છે.
  • આ હેલિકોપ્ટર લેઝ, ઇન્ફ્રારેડ અને રાત્રે જોઇ શકાય એવી વ્યવસ્થાઓ ધરાવે છે, જેને કારણે ગમે તેવી યુદ્ધ પરિસ્થિતિમાં સેના અંધારી રાતે પણ અચૂક પ્રહાર કરી શકે છે.
  • 1975માં બનેલા આ હેલિકૉપ્ટરને અમેરિકાની સેનામાં 1986માં સામેલ કરવામાં આવ્યું હતું.
  • બે જનરલ ઇલેક્ટ્રિક T700 ટર્બોશિફ્ટ એન્જિન ધરાવતા અપાચેમામં આગળ સેન્સર કિટ હોય છે.
  • બોઇંગ એએચ-64E એટલે કે અપાચે એ અમેરિકાનું સૈન્ય અને વિકસિત દેશોની વાયુસેના અત્યાધુનિક હેલિકૉપ્ટર ગણાય છે, જે 365 પ્રતિકલાક કિલોમિટરની ઝડપે ઊડી શકે છે.
  • અપાચે ગાર્ડિયનમાં હેલિફાયર અને સ્ટ્રિંગર મિસાઇલ્સ હોય છે અને તે ઉપરાંત તેની બંને તરફ 30MMની બે ગન લગાવવામાં આવેલી હોય છે.
  • 5,165 કિલો વજન ધરાવતા અપાચે ગાર્ડિયનમાં એક સાથે બે પાઈલટ બેસી શકે એવી જગ્યા હોય છે.

આગળ વાંચો:

Leave a Reply