મુંબઇનાં દાદરનાં પોલિસ સ્ટેશનનાં પરિસરમાં આવેલી ઇમારતમાં લાગી આગ

મુંબઇ: દક્ષિણ મુંબઇનાં પશ્વિમી દાદર વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં આજ બપોરે એક ઇમારતમાં આગ ફાટી નીકળી હતી. આ આગની ઝપેટમાં આવીને એક 15 વર્ષીય કિશોરીનું અવસાન થયું છે.

મળતી માહિતી મુજબ, આજ બપોરે સાઉથ બોમ્બેનાં પરા વિસ્તાર ગણાતાં દાદરનાં પશ્વિમ વિસ્તારમાં આવેલા પોલીસ પરિસરમાં 1:45 વાગ્યે આ આગ ફાટી નીકળી હતી. જોકે, હાલ આ આગનું કારણ જાણી શકાયું નથી, પરંતુ, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. સાથે જ રાહત કાર્ય પણ શરૂ થઇ ગયું છે.

આ 15 વર્ષીય કિશોરીની જાણકારી હાલ જાહેર કરાઇ નથી, પરંતુ તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply