આણંદના ધર્મજ ખાતે ફેર-ચૂંટણીમાં મતદાતાઓનો જોવા મળ્યો ઉત્સાહ

આણંદ: લોકસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્યની ચૂંટણી એક જ તબક્કામાં પૂરી થઇ હતી. પરંતુ, આણંદ જિલ્લાની સોજીત્રા વિધાનસભાના ધર્મજ મતદાન મથક 239-ધર્મજ-8નું મતદાન રદ કરવામાં આવ્યું હતું. આ મતદાન રદ કરવા પાછળનું કારણ એ હતું કે અહીં બોગસ મતદાન થયું હોવાની વાત ઉઠી હતી, જેને પગલે ઇલેક્શન કમિશન દ્વારા ફરી મતદાન ગોઠવવામાં આવ્યું હતું.

આ ફેર-ચૂંટણીમાં આજરોજ આ બૂથ પર ફરી વખત મતદાન થયું હતું, જેમાં ધર્મજવાસીઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજના 5 વાગ્યા સુધીમાં અહીં 76.00 ટકા મતદાન નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, છઠ્ઠા તબક્કાનમાં 7 રાજ્યોની 59 બેઠકો સાથે આણંદના ધર્મજમાં આજે ફરી મતદાન થઈ રહ્યું છે.

આ સિવાય સમગ્ર દેશમાં હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પ. બંગાળ સહિત અન્ય ત્રણ રાજ્યો એમ કુલ સાત રાજ્યોમાં આજે મતદાન થયું હતું. ધર્મજનાં મતદારોએ અહીં ફરી વખત પણ મતદાન કરવામાં સારો એવો ઉત્સાહ દર્શાવ્યો છે. મહત્વનું છે કે, ધર્મજને NRI ગામ તરીકે પણ ઓળખાય છે, કારણકે આ ગામનાં લોકોનાં મોટાભાગનાં પરિવારજનો વિદેશમાં જઇને વસ્યા છે. આ જ કારણે ધર્મજને ‘ગુજરાતનું પેરિસ’ પણ કહેવાય છે.

Leave a Reply