અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક: કબીર સિંહનું ટ્રેલર તમને કેવું લાગ્યું?

તેલુગુ મુવી ઇન્ડસ્ટ્રીનાં હાલનાં સુપરસ્ટાર એવા વિજય દેવેરકોન્ડાને જો હિન્દી ઇન્ડસ્ટ્રી ઓળખતી હોય, તો અર્જુન રેડ્ડી મુવીને કારણે! એ મુવી એટલી જબરદસ્ત છે કે તેની બીજી ભાષામાં પણ રિમેક બનવા લાગી છે. અર્જુન રેડ્ડીની હિન્દી રિમેકમાં શાહિદ કપૂરને લેવામાં આવ્યો છે, જેનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે.

વિજય દેવેરકોન્ડા અભિનિત આ ફિલ્મને સંદીપ રેડ્ડી વાંગાએ નિર્દેશિત કરી હતી, જેઓ ફરીથી હિન્દી રિમેકને પણ નિર્દેશિત કરી રહ્યા છે. આ ફિલ્મમાં શાહિદ કપૂરની સાથે કિયારા અડવાણી પણ જોવા મળશે, જે શાહિદની પ્રેમિકાનો રોલ ભજવી રહી છે.

ફિલ્મનું પ્રોડક્શન ભૂષણ કુમાર સંભાળી રહ્યા છે. ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર તેને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રશંસકોના મતે તો આ ફિલ્મ શાહિદની કરિયરની ખૂબ જ મહત્વપૂર્ણ ફિલ્મ સાબીત થશે. હવે જોવાનું એ છે કે આ ફિલ્મ સાઉથની ફિલ્મ અર્જુન રેડ્ડીની જેમ જ હિટ હે છે કે કેમ?

Leave a Reply