જો તમે વ્હોટ્સએપ અપડેટ નથી કર્યુ તો કરી લેજો નહીં તો…

મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્સએપમાં તાજેતરમાં એક મોટી ખામી હોવાનું સામે આવ્યું છે. આ વાત ખુદ કંપનીએ પણ સ્વીકારી છે.

વ્હોટ્સએપમાં એક એવો બગ છે, જેમાં કોઇ પણ નંબર પરથી કોલ આવે અને જો તમે તેને રિસીવ કરો, તો એક સ્પાયવેર તમારા ફોનમાં આવી જશે, જેમાં તમારા ફોનની બધી માહિતી ચોરી થઇ શકે છે. આ કારણથી હાલ વ્હોટ્સએપ તેમના યૂઝર્સને પોતાની ઍપ્લિકેશન અપડેટ કરવાની સલાહ આપી છે. કારણકે નવી અપડેટમાં કંપનીએ આ ખામીને સુધારી લીધી છે

ઉલ્લેખનીય છે કે, વ્હોટ્સએપ એ ફેસબુકની માલિકીનું છે અને તેના કુલ 1.5 બિલિયનથી પણ વધારે યૂઝર્સ છે. ફેસબુકે પોતાની ઇન્સ્ટન્ટ મૅસેજિંગ ઍપ વ્હોટ્સએપની સુરક્ષામાં થયેલી ચૂક વિશે જાહેર કરતાં કહ્યું કે, “વ્હોટ્સએપમાં થયેલી સુરક્ષાની એક ચૂકના કારણે લોકોના મોબાઇલ ફોનમાં એક જાસૂસી સોફ્ટવૅર ઇન્સ્ટૉલ થઈ ગયું છે.”

બ્રિટિશ અખબાર ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’માં છપાયેલાં એક રિપોર્ટ અનુસાર ઇઝરાયલની NSO કંપનીએ બનાવેલું જાસૂસી સોફ્ટવૅર વૉટ્સઍપ કૉલ વડે લોકોના ફોનમાં ઇન્સ્ટૉલ થઈ જાય છે.

કેવી રીતે કામ કરે છે આ સ્પાયવેર?

એક વખત આ સોફ્ટવૅર ઇન્સ્ટૉલ થઈ ગયું એટલે તે અમુક નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવે છે. જો. જો આ કોલ રીસિવ કરવામાં ન આવે તો પણ જે-તે નંબર પર આ જાસૂસી સોફ્ટવૅર ઇન્સ્ટૉલ થઈ જાય છે.

Leave a Reply