કેમ અચાનક જ રુહઆફ્ઝા થઇ ગઇ બંધ?

ઉનાળો આવે અને ઠંડા-પીણાનું નામ આવે ત્યારે રુહઆફ્ઝા સૌને પહેલાં યાદ આવે. ગરમીમાં અને ખાસ કરીને રમઝાનનાં મહિનામાં રુહઆફઝાની માંગ ખૂબ જ વધી જાય છે. પરંતુ, આ વખતે અચાનક માર્કેટમાંથી રુહઆફ્ઝા ગાયબ થઇ ગઇ છે, એવું લાગી રહ્યું છે.

ગરમીમાં ઠંડક મેળવવા માટેનું તે લોકોનું મનપસંદ ડ્રિંક છે. પરંતુ, આ વખતે ગરમીની સિઝનમાં રુહઅફઝા બજારમાંથી ગાયબ છે. રુહઅફ્ઝાના પ્રેમીઓ હાલ ચિંતામાં છે કે તેમને ફરીથી પીવા મળશે કે કેમ? સાથે જ ટ્વીટર પર રુહઅફ્ઝા આમ અચાનક ગાયબ થવા અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.

જોકે, આ અંગે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, રો-મટિરિયલની શોર્ટેજને કારણે બજારમાં તેની સપ્લાય પ્રભાવિત થઈ છે. ઉલ્લેખનીય છે કે, રમઝાન ચાલી રહ્યો છે, ત્યારે લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે, રુહ અફઝા વિના રમઝાન મહિનો કેવી રીતે જશે.

તમને જાણીને આશ્વર્ય થશે કે રુહઅફઝા ઓનલાઈન મળી રહ્યું છે, પરંતુ બજાર કરતાં બમણી કિંમત પર. Amazon પર તેની કિંમત 750 ML નાં 549 રૂ. જેટલી છે.

Leave a Reply