શું જીમનો ટ્રેન્ડ ખોટો છે? આ વાંચીને જરા વિચારજો!

આજના સમયમાં જીમ એક દેખાડો થઈ ગયો છે- બધા જાય છે એટલે આપણે જઈએ. પરંતુ, જોવા જઈએ તો જીમનો ટ્રેન્ડ ખૂબ જ સરસ છે. આપણે આપના જીવન માં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણી ફિટનેસ માટે સમય જ નથી. આમ, જીમ એક વરદાન જવું છે.

ઘણાં લોકો પોતાનું ખાસ શિડ્યુલ ફોલો કરે છે પરંતુ, એક સમય એવો હતો જ્યારે શિડ્યુલમાં ફિટનેસ તો પહેલાં આવતું જ નહોતું. પરંતુ, જ્યારથી જીમ ટ્રેન્ડમાં આવ્યું છે, ત્યારથી આપણે ફિટનેસ માટે પણ સમય કાઢ્યો છે, જે ખૂબ જ સારી વસ્તુ છે. ફિટનેસ માટે જીમ જાઓ તો તમને બધી વસ્તુની જાણકારી એક જગ્યાએ જ મળી રહે અને સાથે જ ડાએટ અને પોતાના શરીરની જરૂરિયાત પ્રમાણેની એક્સરસાઇઝ પણ તમને આપવામાં આવે.

શું છે જીમના ફાયદા?

જીમના ફાયદા એ છે કે ત્યાં તમને પ્રોપર ગાઇડન્સ મળી રહે છે. દેખા-દેખીમાં તો દેખા-દેખીમાં એક વાર જીમ ચાલુ કરવાથી તમે પણ ફિટનેસ માટે વધારે ચોક્કસ બનશો અને જીમમાં ઘણા આધુનિક મશીનો હોય છે, જેનો સાવચેતી સાથે ઉપયોગ કરવો જોઈએ, જેના માટે જીમ ટ્રેનર્સ પણ જીમે અપોઇન્ટ કર્યા હોય છે. આ ટ્રેનર્સને પૂછીને જ કોઈ પણ ઇક્વિપમેન્ટને હાથ લગાવવો જોઈએ.

માણસોની માનસિકતા હોય છે કે જે બધા કરે એ આપણે પણ કરવાનું, જે ખોટી વસ્તુ છે. પરંતુ, જીમની બાબતમાં ઊલટું છે, જીમ અને ફિટનેસમાં એ વસ્તુ ફોલો કરવી જોઈએ. સ્વાસ્થ્ય એ જ આપણી પહેલી સંપત્તિ છે એટલે સ્વાસ્થય સાચવશો તો તમને જીવનમાં રોગ ની તકલીફ નો સામનો ઓછો કરવો પડશે.

Leave a Reply