ઇમ્પોર્ટન્સ ઓફ જોગિંગ: આ ફાયદાઓને તમે ઇગ્નોર નહીં કરી શકો

સવાર-સવારમાં 5 કે 6 વાગે ધીમે ધીમે દોડવા થઈ શરીરનું લોહી ફરતું રહે છે અને શારીરિક ક્ષમતા પણ વધે છે અને આખો દિવસ શાંતિ અને સુખપૂર્વક નીકળે છે. સવારે કરેલા યોગ ક કસરત શરીર પર વધારે અસર કરે છે અને તેને તંદુરસ્ત રાખે છે.

આ ઉપરાંત, સવારે લીલા ઘાસમાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે, જેમ કે આંખના નંબરમાં ઘટાડો કરી શકાય છે તેમજ કેશ લાંબા કરી શકાય છે. લીલી ઘાસમાં ચાલવાથી શરીરમાં ઠંડક ફેલાય છે, જે મગજ સુધી ઠંડક પોહચડે છે. ધીમે ધીમે દોડવાથી પણ ઘણાં ફાયદા થાય છે જેમ કે મગજ શાંત રે સાથે સાથે સવારે જલ્દી ઉઠવાથી શરીરમાં રહેલી ચરબી પણ ઓછી કરી શકાય છે અને સ્લિમ અને ફીટ રહી શકાય છે.

સવારે જલ્દી ઉઠવાથી તમારી લાઇફસ્ટાઇલ પણ ઘણી સુધરી શકે છે. તમે સમય પર યોગ અને કસરત કરી શકો છો, જેનાથી સ્વાસ્થય ખૂબ જ સારી રીતે જળવાઈ રહે છે. સ્ટ્રેસ અને ટેન્શન જો તમારા જીવન માં હોય તો એને તમે મેન્ટલી હનડ કરી શકશો.

વૈજ્ઞાનિકોએ પણ કીધું છે કે જો તમે સવારમાં જલ્દી ચલો કે દોડો છો, તો એ વધારે અસર કરે છે અને ખૂબ જ સ્ટ્રેસ ફ્રી રહી શકાય છે.

દોડતા રહો સ્વસ્થ રહો..!

Leave a Reply