અજય દેવગન સાથે કોની જોડી જામશે? રકુલ કે તબ્બુ!

આજરોજ રિલીઝ થયેલી અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રીતની ફિલ્મ ‘દે દે પ્યાર દે’ને દર્શકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. કોમેડી એવી આ ફિલ્મમાં લવ ટ્રાયએંગલ તો નહીં પરંતુ રિલેશનશીપ ટ્રાયએંગલ જોવા મળશે, એવું કહી શકાય.

શું છે ફિલ્મની સ્ટોરી?

અજય દેવગન કે જે 50 વર્ષનો એક આધેડ છે, જેને 26 વર્ષની સુંદર યુવતી એટલે કે રકુલ પ્રીત સાથે પ્રેમ થઇ જાય છે અને બંને એકબીજાને ડેટ કરે છે. મજા ત્યારે આવે છે, જ્યારે અજય દેવગન રકુલને પોતાના ઘરે લઇ જાય છે અને એક્સ-વાઇફ એટલે કે તબ્બુ સાથે મુલાકાત કરાવે છે અને અહીંથી શરૂ થાય છે કોમેડીની ધમાલ અને જોરદાર ડાયલોગ્સ!

એક્ટિંગ અને મ્યુઝિક ગમશે?

ફિલ્મના લીડ રોલ અજય દેવગન અને તબ્બુની એક્ટિંગ વિશે કંઇ કહેવાનું જ ન હોય, સાથે-સાથે રકુલ પ્રીત પણ એક્ટિંગમાં નીખરે છે. લવ રંજન દ્વારા નિર્મિત આ ફિલ્મને આકિવ અલીએ ઘણી સારી રીતે નિર્દેશિત કરી છે. ફિલ્મના બધા ગીતો સારા છે, જેમાં ખાસ કરીને હૌલી હૌલી અત્યારે ખાસ ફેમસ છે.

જોવા જવાય?

આ ફિલ્મને ફેમિલી એન્ટરટેઇનર કહી શકાય, કારણકે કઇ ખાસ એડલ્ટરી ડાયલોગ્સ કે સીન નથી. સાથે જ કોમેડી અને રોમાન્સનો પ્રોપર ડોઝ છે, માટે ઓવરઓલ પહેલા વીકમાં જોવા જવાય.

Leave a Reply