OMG…..39 વર્ષ પહેલા રૂ.365માં ખરીદેલો કટોરો વેચાયો 35 લાખમાં!

અમેરિકાના ન્યૂયોર્કમાં એક દુર્લભ કટોરાની હરાજી થઇ હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, આ કટોરો 35 લાખ રૂપિયામાં વેચાયો હતો. તે 39 વર્ષ પહેલાં એક બ્રિટીશરે ચીનની એક એન્ટિક શોપમાંથી 20 પાઉન્ડ એટલે કે, તે સમયે આશરે 365 રૂપિયામાં ખરીદ્યો હતો.

મહત્વનું છે કે, સફેદ રંગનો આ વાટકો 4 ઇંચનો છે અને તેમાં ‘પ્ર યોઝગજેન્ગ’ લખેલું છે. વર્ષ 1723થી 1735ના સમયનો આ કટોરો ખાસ રાજા માટે બનાવવામાં આવ્યો હતો. જો કે, ન્યૂયોર્કમાં તેની ઓછામાં ઓછી 8000 પાઉન્ડની બોલી રખાઇ હતી, પરંતુ તે આશરે કિંમત કરતા 5 ગણો વધુ મોંઘો વેચાયો હતો. નોંધનીય છે કે અધધધ કિંમતે વેચાયા બાદ આર્ટ ગેલેરીમાં તેને જોવા લોકોની ભીડ ઉમટી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ આવી ઘણી એન્ટિક વસ્તુઓ મોંઘાભાવે વેચાઇ હતી. પ્રાચીનકાળની ઘણી વસ્તુઓ અજાણે જ ક્યાંક કોઇના હાથમાં આવી જતી હોય છે. અને જ્યારે આ વસ્તુ વેચાવા માટે બજારમાં આવે છે, ત્યારે લાખો અથવા કરોડોમાં કિંમત આવે છે.

Leave a Reply