Exit Poll: ભાજપ મોજમાં તો વિપક્ષ EVM માં ખામીની ખોજમાં!

2019 ની લોકસભાની ચૂંટણીનુ તમામ ચરણનુ મતદાન પૂર્ણ થતાની સાથે જ વિવિધ મીડિયા હાઉસ અને એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં કઈ પાર્ટીને કેટલી સીટ મળશે અને કઈ પાર્ટી સરકાર બનાવશે એના અંદાજીત આંકડા રજૂ કરવામાં આવ્યા. આ આંકડા ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે ચોંકાવનારા છે. કેટલીક એજન્સીઓ દ્વારા ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતા આંકડા રજૂ કરવામાં આવ્યા છે. વિવિધ મીડિયા હાઉસ અને એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલના આંકડા પર નજર કરીએ તો કંઈક આ મુજબ છે.

આ તમામ આંકડા ભાજપ અને કોંગ્રેસ માટે ચોંકાવનારા છે. 2014 માં મોદી લહેરમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા અને ભાજપની સરકાર બની હતી. ત્યારે આ વખતે કોંગ્રેસને લાગતુ હતુ કે 2019 માં કોઈ મોદી લહેર નથી તેથી કોંગ્રેસ ભાજપ પાસેથી પાછી સત્તા મેળવી લેશે પરંતુ અહીં એક્ઝિટ પોલના આંકડાઓ કંઈક અલગ જ દર્શાવી રહ્યા છે. આ આંકડાઓથી ભાજપમાં ખુશીની લહેર છે પરંતુ કોંગ્રેસ દ્વારા આ આંકડાઓને ખોટા દર્શાવવામાં આવી રહ્યા છે. જોકે હકીકતમાં તો 23 તારીખે પરિણામ આવશે ત્યારે ખબર પડી જશે કે એક્ઝિટ પોલના આંકડાઓ કેટલા સાચા છે!

Surveyer   NDA UPA OTH
C-Voter   287 128 127
Times Now-VMR   306 132 104
India Today-Axis   339-365 77-108 69-95  
News Nation   282-290 118-126 130-138
Jan ki Baat   305 124 113
News 18- IPSOS   336 82 124

જો કે એક્ઝિટ પોલના આંકડાઓ મુજબ એકવાર ફરી મોદી સરકાર આવી રહી છે. કેટલીક એજન્સીઓ મુજબ ભાજપ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. જો કે ઘણી વખત એક્ઝિટ પોલના આંકડાઓ ખોટા પણ પૂરવાર થતા હોય છે. ત્યારે હવે જોવાનુ રહેશે કે આખરે એક્ઝિટ પોલના આંકડા સાચા ઠરે છે કેમ?

Leave a Reply