કપિલ શર્માએ નોંધાવ્યો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, જાણો શું છે!

ભારતનાં સ્ટાર કોમેડિયન અને ‘ધ કપિલ શર્મા શો’ ના હોસ્ટ એવા કપિલ શર્માએ તાજેતરમાં વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. લોકોને હસાવીને ખૂબ જ લોકપ્રિય બનેલ કપિલ શર્મા ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ’માં સૌથી વધુ ફેમસ સ્ટેન્ડ-અપ કોમેડિયન બન્યો છે.

મહત્વનું છે કે,કપિલ શર્માને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસે સૌથી વધુ ફેમસ એવા સ્ટેન્ડ-અપ કોમેડિયનનું બિરૂદ આપ્યું છે. જો કે, આ વાતની માહીતી સોની ટેલિવિઝને તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આપી હતી. કપિલનો ફોટો શેર કરીને ચેનલે ટ્વિટ કર્યુ હતું, “આપણા દરેક માટે ગર્વ લેવા જેવી બાબત છે. અમે કિંગ ઓફ કોમેડી કપિલ શર્માને અભિનંદન આપીએ છીએ. તેમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસે ભારતમાં અને વિદેશમાં સૌથી વધુ જોવામાં આવતા સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકેનું સન્માન આપ્યું છે.”

આ પહેલાં કપિલ શર્માને ભારત સિવાય પણ વિદેશમાં ખાસ્સા લોકો ફોલો કરે છે અને તેની કોમેડીને વખાણે છે. વીકેન્ડમાં પણ કપિલ શર્માનાં શોની TRP ઘણી વધારે હોય છે, જેના પરથી તેમની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે.

Leave a Reply