ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પાણી માટે લોકો મારી રહ્યાં છે વલખા

ગાંધીનગર: ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. પાણીની સમસ્યાના ઉકેલ માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ઉનાળાની આકરી ગરમીમાં છેલ્લા બે મહિનમાં લગભગ 4400 જેટલી ફરિયાદો મળી છે. ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી પાણીની સમસ્યા મુદ્દે સૌથી વધુ ફરિયાદ મળી હોવાનું જાણવા મળે છે.

સરકારને પાણીની સમસ્યાઓને લઈને રોજની સરેરાશ 150થી 175 જેટલી ફરિયાદો મળે છે. આ ફરિયાદોના નિકાલ માટે 3 શિફટમાં કર્મચારીઓ કામગીરી કરી રહ્યાં છે. છેલ્લા બે મહિનામાં સૌથી વધુ છોટા ઉદેપુર જિલ્લામાંથી 991 જેટલી ફરિયાદ મળી છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાંથી 346, મહિસાગર જિલ્લામાંથી 780 અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાંથી 112 જેટલી ફરિયાદો મળી છે. ગત ચોમાસામાં ઓછો વરસાદ થયો હોવાથી રાજ્યના જળાશયોમાં નવા પાણીની નહીવત આવક થઈ હતી. જેથી ઉનાળાના આરંભ સાથે જ રાજ્યના મોટાભાગના જળાશયોના તળીયા દેખાવા લાગ્યા હતા. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં લોકોને નિયમિત પાણી નહીં મળતું હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. બીજી તરફ તંત્ર દ્વારા પાણીની સમસ્યાનો ઉકેલવા માટે ટેન્કર દોડવવામાં

Leave a Reply