આજના દિવસમાં શું ફિલ્મી બન્યું, જાણો અહીં!

દિવસ દરમિયાન એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનાં ઘણાં સમાચાર તમે વાંચ્યા હશે, પરંતુ આજે બે સમાચાર ખાસ છે, જે તમારે જાણવા જેવા છે.


સાહો ફિલ્મની જ્યારે સૌને ઉત્સુકતા છે, ત્યારે આજરોજ તેનું પોસ્ટર જાહેર થયું છે. બાહુબલી ફેમ પ્રભાસની આ ફિલ્મ આગામી 15મી ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ સિવાય સાઉથનાં જ બીજા ખાસ એક્ટર ધનુષ વિશે પણ એક ખાસ જાહેરાત થઇ છે. ‘The Extraordinary journey of Fakir’ કે જે ધનુષની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ છે, તેનું પણ પોસ્ટર રિલીઝ થયું છે.

ધનુષની આ ફિલ્મ આગામી 21મી જૂને રિલીઝ થશે. તો, સાઉથના આ બંને એક્ટરની ખાસ ફિલ્મ માટે અત્યારથી જ તમારી સીટ નક્કી કરી લો.

Leave a Reply