મળો વડોદરાની આ યુવતીને જેણે આ વર્ષે 10,000 છોકરીઓની ફી ભરવાનો કર્યો નિર્ણય

ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ખાનગીકરણ થવાના કારણે દિવસે ને દિવસે કથળતી જાય છે. તેવામાં સરકારે બાળકોને યોગ્ય શિક્ષણ મળે એ બાબતે ધ્યાન આપવુ જોઈએ પરંતુ વડોદરાની એક સામાન્ય યુવતી એ કાર્ય કરવા આગળ આવી છે. આ યુવતીએ બાળકીઓને ભણાવવાની અને તેમની જવાબદારી ઉપાડી છે. તો ચાલો જાણીએ એ યુવતી વિશે.

કોણ છે આ યુવતી?
આ યુવતી વડોદરાની રહેવાસી રહેવાસી છે. તેનુ નામ નિશીતા રાજપૂત છે. તેણે અત્યાર સુધી અનેક દિકરીઓની સ્કૂલની ફી ભરીને તેમને શિક્ષિત કરી છે. આ વર્ષે તેણે 10 હજાર યુવતીઓની ફી ભરીને તેમને ભણાવવાનું નક્કી કર્યું છે.

એક અહેવાલ મુજબ નિશિતા રાજપૂતે આજથી લગભગ આઠ વર્ષ પહેલા 151 છોકરીઓની સ્કૂલ ફી ભરીને તેમણે શિક્ષિત કરવાના કાર્યની શરૂઆત કરી હતી. નિશીતા રાજપૂત જે દાતાઓ પાસેથી ફીની રકમનો ચેક મેળવે છે, તે ચેક તે સીધો સ્કૂલમાં આપી અને બાળકીઓની ફી ભરે છે. અને તે ચેકમાંથી જેટલી વિદ્યાર્થીનીઓની ફી ભરી હોય તેમની વિગતો દાતાઓને મોકલી આપે છે. અને આવી જ રીતે નિશીતાએ ગયા વર્ષે 69 લાખ રુપિયાની છોકરીઓની ફી ભરી હતી.

આ વર્ષે નિશીતાએ 10,000 વિદ્યાર્થીનીઓની ફી ભરી અને તેમને શિક્ષિત બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ માટે કુલ રકમ 1 કરોડ રૂપિયા જેટલી થાય છે. છોકરીઓના શિક્ષણ માટે ખાસ કથાકાર મોરારી બાપુએ 25,000 રૂપિયાની સહાયતા કરી છે. ઉપરાંત નિશીતાને USAના ટ્રસ્ટો સહિત અનેક દાતાઓ પાસેથી સહાયતા મળી રહી છે.

નિશીતાએ આ બાબતે જણાવ્યું કે, હાલના સમયમાં શાળાઓમાં ફી વધારે હોવાથી આર્થિક રીતે નબળા પરિવારો છોકરીઓને ભણાવતા નથી. તેથી તેણે આ બીડુ ઝડપ્યુ છે. પૈસાની તંગીના કારણે કોઈ બાળકીને શિક્ષણતી વંચિત ન રહે તેના માટે તે તેમની ફી ભરવાનુ કામ કરી રહી છે.

Leave a Reply