મોદીનો અનોખો ફેન, પોતાની છાતીમાં ચાકુથી ‘મોદી’ લખી નાખ્યું

વડાપ્રધાન મોદીના દેશભરમાં લાખો ચાહકો છે. ખાસ કરીને યુવાનોમાં PM મોદીની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. ત્યારે PM મોદીનો એક એવો પણ ફેન છે જેણે પોતાની છાતી પર ચાકુ વડે ‘મોદી’ મોદી લખ્યુ. તેનો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા.

મહત્વનુ છે કે 2014 માં ભાજપની સરકાર બની અને મોદી વડાપ્રધાન બન્યા હતા. બાદમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ ભારે બહુમતી સાથે ભાજપે જીત મેળવી. 2014 અને 2019 બંને ચૂંટણીમાં ભાજપ કરતા મોદી વધારે ચર્ચામાં રહ્યા. મોદીના ફેન ફોલોઈંગમાં યુવાનોની સંખ્ય વધુ છે. ત્યારે બિહારના મોદીહારી જિલ્લામાં એક યુવાન તો મોદીનો એટલો મોટો પ્રંસશક નીકળ્યો કે તેણે પોતાની છાતી પર ચાકુ વડે મોદીનુ નામ લખ્યુ.

સોનુ પટેલ તરીકે ઓળખાતા આ યુવાને 2019ની લોકસભાની ચૂંટણીમાં મોદીની જીતની ખુશીમાં છાતી પર ચપ્પુ વડે મોદીનુ નામ કોતર્યુ હતુ. આમ કરવામા તેને ઘણી ઈજાઓ પણ થઈ હતી તેમજ લોહી પણ વહ્યુ હતુ.

સોનુ પટેલે મીડિયાને જણાવ્યુ કે, “નરેન્દ્ર મોદી ભારતનું ભવિષ્ય છે. જ્યારે મોદી પોતાના દેશ માટે બધું જ ત્યાગવા તૈયાર છે, તો હું પણ મારું જીવન તેમના માટે ત્યાગવા તૈયાર છું. મોદી મારા માટે ભગવાન છે.”

Leave a Reply