ના હોય… વિશ્વનાં સૌથી ગરમ 15 શહેરોમાં ભારતનાં જ 10 શહેરો!

નવી દિલ્હી: તાજેતરમાં જ વિશ્વનાં સૌથી ગરમ એવા 15 શહેરોનાં નામની યાદી જાહેર કરવામાં આવી હતી. આશ્વર્યની વાત એ હતી કે આ 15 શહેરોમાં 10 શહેરો ભારતનાં છે, જે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત છે.

વેધર વેબસાઇટ અલ ડોરાડોની આ યાદી મુજબ રાજસ્થાનનાં ચુરુ અને શ્રીગંગાનગર શહેર આ યાદીમાં છે, જ્યાં અનુક્રમે 48.9 ડિગ્રી અને 48.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતું. ત્યારબાદ પાકિસ્તાનનું જેકોબાબાદ શહેર યાદીમાં છે, જ્યાં 48 ડિગ્રી તાપમાન છે. જેકોબાબાદની પાછળ જ ઉત્તર પ્રદેશનું બંદા અને નર્નુઅલ શહેર આ લિસ્ટમાં છે.

મહત્વનું છે કે, રવિવારનાં રોજ ભારતનાં ઘણાં શહેરોમાં તાપમાને 45નો આંકડો ક્રોસ કર્યો હતો, જેમાં દિલ્હી, હૈદરાબાદ, લખનૌ, કોટા અને જયપુરનો સમાવેશ થાય છે. તાપમાનનો પારો એટલી હદે ઉપર જઇ રહ્યો છે કે ઉત્તરી હિમાલયનાં પ્રદેશ એવા શિમલા, નૈનીતાલ અને શ્રીનગરમાં પણ તાપમાન 30 ડિગ્રીની ઉપર જવા પામ્યું હતું. ગુજરાતનાં પણ ઘણાં શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની ઉપર છે, જેમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે.

Leave a Reply