વડાપ્રધાનની શૌચાલય યોજના પર ભ્રષ્ટાચારનો પડછાયો?

અમદાવાદ: ભ્રષ્ટાચાર અને વિકાસ લગભગ સાથોસાથ ચાલી રહ્યા હોય, તેવું કહી શકાય. કારણકે જ્યારે વિકાસની કોઇ વાત આવે, ત્યારે તેના કોઇક ખૂણે ક્યાંક તો ભ્રષ્ટાચાર સામે આવતો જ હોય છે. આવો જ એક ગોટાળો સામે આવ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં મેંદરડામાં આ એક ઘટના સામે આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી શૌચાલય યોજના સાથે સંકળાયેલો ગોટાળો સામે આવતાં લોકો આશ્વર્યમાં છે. આ ઘટના ત્યારે સામે આવી, જ્યારે જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીના કાર્યકર્તાઓએ આ પ્રોજેક્ટની કામગીરી કરી રહેલા એક કોન્ટ્રાક્ટરે બિલ માંગ્યું. ત્યારે તેની પાસેથી લાંચ માંગવામાં આવી હતી. ત્યારબાદ કોન્ટ્રાક્ટરે એ.સી.બી.(એન્ટી કરપ્શન બ્યુરો)માં ફરિયાદ કરી. ફરિયાદ મળવા પર એ.સી.બી.ની ટીમએ બે આરોપીઓને રંગે હાથ પકડ્યા હતા.

આ ઘટના અંગે વધુ માહિતી અનુસાર, ફરિયાદીએ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ મેંદરડાના માલણકા અને દેડકીયાલી ગામમાં ચાર શૌચાલય બનાવ્યા હતા. આ કામનું જે બિલ આવ્યું હતું, તેની રકમ 7.70 લાખ હતી. આ કામ માટે 7.70 લાખનું બિલ પાસ કરાવવા માટે તેઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગયા હતા. ત્યાં કરાર પર નોકરી કરનારા કો-ઓર્ડિનેટર ધર્મેન્દ્ર કાનાભાઈ અને તકનીકી સહાયક અજય જેઠવાએ તેમના બિલને પસાર કરવા માટે 5 ટકા લાંચ માંગી હતી. પાછળથી આ સોદો રાઉન્ડ ફિગર 35 હજારમાં નક્કી કરવામાં આવ્યો હતો. આમ, દરેક તંત્રમાં ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારનો ડાઘો પડ્યો જ હોય છે, તેવું કહી શકાય.

Leave a Reply